તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરોલીમાં વિદ્યાર્થિનીનો આપઘાત:પ્રેમસંબંધની ઘરમાં ખબર પડવાની બીકે ધોરણ9ની છાત્રાએ ફાંસો ખાધો; માતા-પિતાની ગેરહાજરીમાં પ્રેમી સાથે પાડોશી જોઇ ગયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરોલીમાં રહેતી કિશોરીના પિતા લેસ લગાવવાનું કામ કરે છે

માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે મળવા માટે આવેલા પ્રેમી યુવાનને પાડોશી જોઈ ગયા બાદ પ્રેમ સંબંધની જાણ માતા પિતાને થઈ જવાની બીકે અમરોલીની ધોરણ ૯ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશી પ્રેમીને ઘરે આવતા જોઈ ગયા હતા
અમરોલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ(નામ બદલ્યુ છે) સાડીમાં લેસ લગાવવાનું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 13 વર્ષીય પુત્રી રશ્મી(નામ બદલ્યું છે) ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. રશ્મીને ત્રણ મહિનાથી એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. થોડા દિવસ પહેલાં રશ્મીના માતા-પિતા બહાર ગયા હતા. આ સમય દરમિયાન તેણે યુવકને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ઘરે આવેલા યુવકને પાડોશી જોઈ જતા તેમણે આ વાતની જાણ માતા-પિતાને કરી દેશે તેવુ રશ્મીને કહ્યું હતું. જેથી રશ્મીએ આ વાત માતા-પિતાને ન કરવા પાડોશી સમક્ષ આજીજી કરી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દરમિયાન પાડોશી પોતાના પ્રેમસંબંધની જાણ માતા-પિતાને કરી દેશે તેવા ડરના કારણે રશ્મીએ મંગળવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કિશોરીના આપઘાત કરવાના બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રેમસંબંધની માતા-પિતાને જાણ થઈ જવાની બીકે રશ્મીએ આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...