સુરત કમલમનો ડ્રોન નજારો:ભાજપ કાર્યાલય ઉમેદવારોના સમર્થનોથી ખીચોખીચ ઉભરાયું, બસો ભરી ભરીને ટિકિટ વાંચ્છુઓના સમર્થકો આવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત ભાજપ કાર્યાલય પર ટીકીટ વાંચ્છુઓના સમર્થકોનું શક્તિ પ્રદશન - Divya Bhaskar
સુરત ભાજપ કાર્યાલય પર ટીકીટ વાંચ્છુઓના સમર્થકોનું શક્તિ પ્રદશન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ત્રણ દિવસ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સુરતમાં પ્રથમ દિવસે કુલ છ બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યકરો ભાજપમાંથી ટિકિટની દાવેદારી કરવા માટે આવ્યા હતા. પરંતુ બપોર બાદ ચોર્યાસી વિધાનસભા બેઠક માટે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ચોર્યાસી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા અનેક દિગજ નેતાઓએ દાવેદારી નોંધાવી હતી.

આ દરમિયાન ભાજપ જિલ્લાના મંત્રી અને પૂર્વ સરપંચ છોટુ પટેલનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેઓ બસો ભરી ભરીને સમર્થકો સાથે ચોર્યાસી બેઠક માટે દાવેદારી કરવા આવ્યા હતા. જેના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. જાણે ભાજપ કાર્યાલય પર કોઈ જીતની ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ભાજપ કાર્યાલય પર ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન
ભાજપ કાર્યાલય પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાજપમાંથી ઇલેક્શન લડવા ઇચ્છતા કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવા માટે આવ્યા હતા. છ બેઠકોની નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોડી સાંજે ચોર્યાસી બેઠક માટે ઉમેદવારોનો અલગ જ ઉત્સાહ અને નજારો જોવા મળ્યો હતો. ખરેખર ઉમેદવારોને ટિકિટ અહીંથી આપી જ દેવાના હોય તે રીતે શક્તિ પ્રદર્શન સાથે આવ્યા હતા. ચોર્યાસી બેઠક માટે પૂર્વ સરપંચ અને જિલ્લા ભાજપ મંત્રી છોટુ પટેલ દ્વારા 15થી 20 બસમાં સમર્થકો સાથે આવી એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ અને પુરુષો સાથે કાર્યાલય પર પોતાના નેતાને જ ટિકિટ આપવી પડશે, તેવું દર્શાવવા માંગતા હોય તે પ્રકારનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.

ચોર્યાસી બેઠક પર કોળી પટેલોનો પ્રભુત્વ
સુરતની સૌથી મોટી ચોર્યાસી વિધાનસભા બેઠક છે. અહીં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ છે.ત્યારે સમાજના જુદા જુદા આગેવાન ભાજપમાંથી આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. હાલના ધારાસભ્ય ઝંખના પટેલ પણ પોતાને ફરી ટિકિટ મળે તે માટે દાવેદારી નોંધાવી છે. જ્યારે જિલ્લામાં ભાજપમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવનાર જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ પણ આ બેઠક માટે દાવેદારી નોંધાવી છે. પરંતુ આ બધાની વચ્ચે સમાજમાં પોતે કંઈક મોટા હોવાનો દાવો કરવામાં આવ્યો હોય તેમ છોટુ પટેલ 1500 થી 2000 જેટલા કોળી પટેલ સમાજના સમર્થકોને સાથે લાવી દાવેદારી નોંધાવવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...