તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

125 કરોડનું કૌભાંડ:સુરતમાં ઊંચા વળતરની લાલચ આપી વિધવા-વૃદ્ધા સહિત 30 મહિલાઓ પાસેથી બારોટ બંધુઓએ 3.70 કરોડ રૂપિયા પડાવ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસ્વીર - Divya Bhaskar
ફાઇલ તસ્વીર
  • છેતરપિંડીનો ભોગ બનનાર મહિલાએ ઇકો સેલને પુરાવા આપ્યા
  • પ્રવિણ નામના વચેટિયાએ ઠગ બંધુઓનું ઉપરાણું લઇ રોકાણ કરનાર મહિલાઓને ધમકી આપી

ઊંચા વળતરનું લાલચ આપીને શહેરના 190 લોકોને 125 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર નિરલ અને કૃણાલ બારોટે વિધવા અને વૃદ્ધાઓ સાથે પણ ચીટિંગ કરવાનું બહાર આવ્યું છે. જે 190 રોકાણકારોની લિસ્ટ સામે આવી છે તેમાં 30 મહિલાઓ પણ છે. આ 30 મહિલાઓ સાથે ઠગબંધુઓએ 3.70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપી નિરલ અને કૃણાલે ઊંચા વળતરની લાલચ આપતા સેંકડો લોકોએ તેમની કંપનીમાં રોકાણ કર્યું હતું.

વચેટિયાઓ ધમકી આપતા હતા
રોકાણ કરનારાનો ગ્રુપમાંથી તેમજ બારોટ બંધુઓની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓએ પોતાના ગૃપમાંથી વાત કરતા કેટલીક મહિલાઓ પણ રોકાણ કરવા લલચાઈ હતી. કેટલીક મહિલા રોકાણકારો બારોટ બંધુઓ પાસે પોતાના રૂપિયા પરત માંગતી હોવાથી પ્રવિણ નામના વચેટિયાએ બારોટ બંધુઓનું ઉપરાણું લઈને કેટલીક મહિલાઓને ધમકી આપી હતી. જેના પગલે મહિલાો સામે આવતી નહતી. હવે ઠગબંધુઓ સામે ગુનો દાખલ થતા મહિલાઓ સામે આવી રહી છે. બુધવારે સાંજે મંજુ નામની મહિલાએ ઇકો સેલ પર પહોંચી ઠગ બંધુઓને રૂપિયા આપ્યા હોવાના પોલીસને પુરાવાઓ આપ્યા હતા.

2016થી સ્ટોકમાર્કેટનું લાઈસન્સ રદ હોવા છતાં કરોડો ઉઘરાવ્યા
બારોટબંધુઓએ લોકોને કહ્યું હતું કે, અમારી કંપનીમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે. ઇકો સેલની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તેની કંપનીનું એનએસઈમાંથી લાઈસન્સ રદ થયું હોવા છતાં તે ગેરકાયદેસરના વ્યવહારો કરતા હતા. 2016માં તેની કંપનીનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જનું લાઈસન્સ રદ થઈ ગયું હતું. તેની સામે બારોટબંધુઓએ ડી સ્ક્વેર સ્ટોક બ્રોકિંગ.નામથી એનસઈમાં લાઈસન્સ માટે અરજી કરી હતી. જોકે, હજી સુધી તેમને લાઈસન્સ મળ્યું નથી. આમ 2016 પછી તેને મોટાભાગે ગેરકાયદેસર રોકાણના વ્યવહારો કર્યા છે.

ઠગાઇનો ભોગ બનનાર મહિલાઓ
ભાવનાબેનના 40 લાખ, ઉષાબેનના 2 લાખ, શિલ્પાબેનના 15 લાખ, ક્રિષ્ણાબેનના 2.50 લાખ,શ્રદ્ધાબેનના 60 લાખ, રિંકલબેનના 4 લાખ, શિલ્પાબેનના 10 લાખ, રિનાબેનના 20 લાખ, ગીતાબેનના 20 લાખ, નીતાબેનના 5 લાખ, નયનાબેનના 2 લાખ, હેમલતાબેનના 1 લાખ, લક્ષ્મીબેનના 20 લાખ, શોભનાબેનના 8 લાખ, શિવાનીબેનના 2 લાખ, મંજુલાબેનના 1 લાખ, દક્ષાબેનના 11 લાખ, કાજલબેનના 4 લાખ, શિલ્પાબેનના 10 લાખ, અલ્પાબેનના 3 લાખ,રેખાબેનના 11 લાખ, આશાબેનના 40 લાખ,જયશ્રીબેનના 20 લાખ, જયાબેનના 13 લાખ, ધર્મીષ્ઠાબેનના 2 લાખ, મીનલબેનના 2 લાખ, ક્ષમાબેનના 28 લાખ, રિષીતાબેન, ભાવનાબેનના 6 લાખ, મંજુબેનના 3.60 લાખ અને રંજનાબેનના 3 લાખ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...