હડતાળને પગલે વ્યવહારને અસર:બેંક હડતાળથી 400 કરોડના ચેકનું ક્લિયરિંગ અટવાયું, 300 ATM પણ ખાલી થઈ ગયાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દિવસથી હડતાળને પગલે વ્યવહારને અસર
  • બેંકો બંધ રહેતા લોકોએ મશીનથી કેશ ડિપોઝિટ કરી, 150 ડિપોઝિટ મશીન પણ ફુલ થઈ ગયાં

બે દિવસિય હડતાળમાં શહેરની 12 નેશનલાઈઝ્ડ બેંકોની 370 બ્રાંચના 8 હજાર કર્મચારીઓ જોડાતાં 1.76 લાખથી વધારે ચેકના ક્લિયરિંગ અટકી ગયા હતા તો 300 ATM ખાલી અને 150 CDM ફુલ થઈ ગયા હતા.

હડતાળ જડબેસલાક રહી હતી. જેના કારણે નેશનલાઈઝ બેન્કોના ખાતેદારોને હેરાનગતીનો સામનો પણ કરવો પડ્યો હતો. બે દિવસની હડતાળને પગલે નેશનલાઈઝ બેન્કોના 176000 ચેકોનું 400 કરોડ રૂપિયાનું ક્લિયરન્સ થઈ શક્યું ન હતું. શહેરમાં નેશનલાઈઝ બેન્કોના 700થી વધારે એટીએમ મશીનોમાંથી 300થી વધારે જેટલાં એટીએમ મશીનો ખાલી થઈ ગયા હતાં.

જ્યારે 250માંથી 150 જેટલાં કેશ ડિપોઝિટ મશીનો ફૂલ થઈ ગયા હતાં. આ હડતાળની ખાનગી અને કો-ઓપરેટીવ બેન્કો પર અસર થઈ ન હતી. પરંતુ નેશનલાઈઝ બેન્કોના એટીએમ ખાલી થઈ જતાં લોકોે ખાનગી અને કો-ઓપરેટીવ બેન્કોના એટીએમમાંથી રૂપિયા ઉઠાવ્યા હતાં.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટ કહે છે કે,‘તમામ નેશનલાઈઝ બેન્કોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતાં, હડતાળ જબેસલાક રહી હતી. હવે સરકાર શું નિર્ણય લે છે ત્યાર બાદ આગળની રણનિતી નક્કી કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં સમગ્ર દેશની નેશનલાઇઝ્ડ બેંકના કર્મચારીઓએ બે દિવસીય હડતાળનું એલાન કર્યું હતું. જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો.

રોજ 1.20 લાખથી વધુ ચેક ક્લિયરિંગ હાઉસમાં આવે છે
હાલ ક્લિયરિંગ હાઉસમાં રોજના 250 કરોડ રૂપિયાના 1.20 લાખ ચેક ક્લિરિંગ હાઉસમાં આવે છે. જેમાંથી 80 ટકા ચેકો નેશનલાઈઝ બેન્કોના હોય છે. એટલે બે દિવસની હડતાળને કારણે 176000 ચેકો ક્લિયરિંગ હાઉસમાં પહોંચી શક્યા ન હતાં. જે હવે શનિવારના રોજ ક્લિયરિંગ હાઉસમાં જશે જેથી શનિવારે ક્લિયરિંગ હાઉસમાં હજારો ચેકનો ભરાવો થશે.

લોકોએ 70થી 80 કરોડ જેટલા રૂપિયા કેશ ડિપોઝિટ મશીનોમાં જમા કરાવ્યા
બેન્કોની હડતાળ જબડેસલા રહી હતી. જેના કારણે નેશનલાઈઝ બેન્કોના ખાતેદારોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેશ ડિપોઝિટ મશીન (સીડીએમ)ને કારણે લોકોએ નાના પેમેન્ટ કરવા માટે આ મશીનનો ઉપયોગ કર્યો હતો. શહેરમાં નેશનલાઈઝ બેન્કોમાં અંદાજે લોકોએ 70થી 80 કરોડ રૂપિયા જેટલી રકમ કેશ ડિપોઝિટ મશીન દ્વારા જમા કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...