તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Speaking From The Bank, Neha Sharma Withdrew Rs 78,000 From The Account Of The Father Of The Deputy Manager Of The Bank In Surat

સાયબર ક્રાઈમ:બેંકમાંથી નેહા શર્મા બોલું છું, બેંક ડીટેલ મેળવી સુરતમાં બેંકના ડેપ્યુટી મેનેજરના જ પિતાના ખાતામાંથી 78 હજાર ઉપાડી લીધા

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગોડાદરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • ફોન ચાલુ હતો ત્યાં જ પૈસા ઉપડી ગયા હતા

હેલ્લો હું આર.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયેલ છે અને તેનો ૩૦૦ રૂપિયા ચાર્જ થશે તેમ જણાવી સુરતમાં બેંકના ડેપ્યુટી મેનેજરના પિતાના બેંક ડીટેલ મેળવી તેમજ ઓટીપી મેળવી 78220 રૂપિયાનું ટ્રાન્જેકશન થઇ ગયું હતું. આ બનાવ અંગે ડેપ્યુટી બેંક મેનેજરના પિતાએ સુરતના ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે થોડા દિવસો અગાઉ આ પ્રકારે ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી હતી

બેંકના ડેપ્યુટી મેનેજરના પિતા જ ભોગ બન્યા
સુરતમાં ઘણા લોકોને આર.બી.એલ બેંકમાંથી અધિકારીઓની ઓળખ આપી ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ બંધ કરાવવાના નામે બેક ડીટેલ મેળવી તેમજ મોબાઈલમાં ઓટીપી મોકલી રૂપિયા ઉપાડી લેવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કૃષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા 53 વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓનો પુત્ર સુરતની બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 1 મેના રોજ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા નોકરી પર હાજર હતા તે વેળાએ તેઓના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો.

મહિલાએ વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો
ફોન કરનારે જણાવ્યું હતું કે હેલ્લો હું આર.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું, તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયેલ છે અને તેનો 300 રૂપિયા ચાર્જ થશે. તે ચાર્જ ક્રેડીટ કાર્ડમાં એડ થઇ જશે. જોકે, વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ જણાવ્યું હતું કે, તેના માટે તમારે બેંક ડીટેલ આપવી પડશે અને તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે આપવો પડશે. આમ નેહા શર્મા નામની મહિલાએ વિષ્ણુકુમારને વાત કરી વિશ્વાસમાં લઇ લીધા હતા.

ટ્રાન્જેકશન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બીલમાં થઇ ગયું
વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ તેઓના ક્રેડીટ કાર્ડની ડીટેલ લઇ લીધી હતીઅને તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યાં એક ઓટીપી મોકલ્યો હતો અને ફોન ચાલુ જ હતો ત્યાં તેઓના બેંક ખાતામાંથી 78220 રૂપિયાનું ટ્રાન્જેકશન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બીલમાં થઇ ગયું હતું. જોકે, આ અંગે વિષ્ણુકુમારે નેહા શર્મા નામની મહિલાને વાત કરી હતી. જેમાં નેહા શર્માએ જણાવ્યું હતું કે હજુ એક ઓટીપી આવશે અને ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા શરુ છે એમ કહ્યું હતું. જોકે, વિષ્ણુ કુમારે તે સમયે ફોન કટ કરી દીધો હતો અને સમગ્ર મામલે આજરોજ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

પોલીસે અગાઉ આવી જ ગેંગને ઝડપી પાડી હતી
આર.બી.એલ બેંકમાંથી વાત કરતા હોવાનું કહી ક્રેડીટ કાર્ડની વિગત મેળવી વીજ બીલ ભરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી હતી અને આ મામલે પોલીસે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પરંતુ સુરતમાં હજુ પણ આ પ્રકારે ઓનલાઈન ફોર્ડનો શિકાર લોકો બની રહ્યા છે. ત્યારે લોકોને પણ આવા ભેજાબાજોથી સાવધાન રહેવાની તાતી જરૂર છે.