પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને જમ્મુ તાવી વચ્ચે એસી સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે.મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને જમ્મુ તાવી વચ્ચે વિશેષ ભાડા પર એસી સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.બાંદ્રા ટર્મિનસ - જમ્મુ તાવી એસી સુપરફાસ્ટ વીકલી સ્પેશિયલ 18 ટ્રીપ મારશે.
બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર રવિવારે 9.50 કલાકે ઉપડશે અને મંગળવારે 08.40 કલાકે જમ્મુ તાવી પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલ, 2022થી 12 જૂન, 2022 સુધી ચાલશે. એ જ રીતે જમ્મુ તાવી - બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ જમ્મુ તાવીથી દર મંગળવારે 11.20 કલાકે ઉપડશે અને ગુરુવારે 10.10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન 19મી એપ્રિલ, 2022 થી 14મી જૂન, 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, મથુરા જં., દિલ્હી સફદરજંગ, અંબાલા કેન્ટ, લુધિયાણા, જલંધર કેન્ટ અને પઠાણકોટ કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને એસી ચેર કાર કોચ હશે.ટ્રેનનું બુકિંગ 13 એપ્રિલથી શરુ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.