જામીન ફગાવાયા:બાળકોની ફી ભરવા આરોપીએ માંગેલા જામીન ફગાવાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેતરપીંડી સહિતના ગુનામાં સંડોવાયેલાં આરોપી દ્વારા પોતાના બે બાળકોની ફી ભરવા માટે 15 દિવસની વચગાળાની જામીન અરજી રજૂ કરી હતી આ અરજી કોર્ટે દલીલો બાદ નકારી હતી. તપાસમાં બહાર આવ્યુ હતુ કે પત્નીએ બંને દીકરાઓની રૂપિયા ત્રણ હજારની ફી સ્કૂલમાં ભરી દીધી હતી. ટ્રસ્ટીએ આ અંગેના પુરાવા પણ પોલીસને આપ્યા હતા. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી.

કેસની વિગત મુજબ ભેસ્તાન ખાતે રહેતા આરોપી સંજીવ રાજપૂતે પોતાના બે દિકરાની સ્કૂલ ફી ભરવાની હોય વચગાળાના જામીન માગ્યા હતા. પોલીસે સ્કૂલમાં તપાસ કરતા આરોપીએની પત્નીએ જ ફી ભરી દીધી હોવા અંગેનો રિપોર્ટ કોર્ટમાં કર્યો હતો જેના આધારે જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...