તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ટેન્ડરો મંજૂર કરવાની અધિકારીઓની સત્તા આંચકી લેવાઈ, હવે નિર્ણય સ્ટેન્ડિંગ કરશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષથી ભાજપના શાસનમાં ચાલતી ટીએસસીની કાયદેસરતાને પડકારાઈ હતી

પાલિકાના વિવિધ કામોના ટેન્ડરો મંજૂર કરવાની સત્તા અધિકારીઓે પાસેથી સ્ટેન્ડિંગ કમિટીએ આંચકી લીધી છે. ગુરુવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. હવે ટેન્ડર મંજૂર કરવાના નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાશે.

છેલ્લા 25 વર્ષથી ભાજપના શાસનમાં જ ચાલી આવતી ટેન્ડર સ્ક્રૂટીની કમિટિ (ટીએસસી)ની કાયદેસરતાને સ્થાયી ચેરમેને પડકારી હતી, તેમણે સ્પષ્ટતા રિપોર્ટ કમિશનર પાસે મંગાવ્યા હતા. ચેરમેને જણાવ્યું કે, જીપીએમસી એક્ટ મુજબ પાલિકા કમિશનરને ટેન્ડરની પ્રક્રિયા કરવાની સત્તા પ્રદાન થયેલી છે, ટેન્ડરો સૌથી ફાયદાકારક સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય પરંતુ કમિશનરને ટેન્ડર નેગોસિએશન, મંજૂરી તેમજ દફ્તરે કરવાની કોઈ સત્તા નથી, તેથી હવે પછી નેગોસિએશન વગર તેમજ સત્તા મર્યાદાને આધિન કોઇ પણ કામો નિર્ણય અર્થે સક્ષમ સત્તા સમક્ષ રજૂ કરવાનું ઠરાવાયું છે.

નવા સમાવિષ્ટ 31 ગામ પાસે મિલકત વેરો જ લેવાશે
મનપામાં સમાવિષ્ટ 31 ગામની ઇમારતો, જમીન, જગ્યાઓ પર નવી આકારણી પ્રમાણે મિલકત વેરા, ચાર્જિસ લાગુ કરવાની દરખાસ્તમાં સ્થાયી સમિતિએ ગામ લોકોને એક વર્ષ માટે રાહત આપી છે. માત્ર મિલકત વેરો જ વસુલાશે. યુઝર ચાર્જિસ 31 માર્ચ 2022 સુધી માફ કરી દેવામાં આવ્યાં છે.

નવા ગામોમાં 4 વોર્ડ ઓફિસ અને 6 નાગરિક સુવિધા કેન્દ્ર બનાવાશે. આ સિવાય શહેરના 24 મીટરથી ઓછી પહોળાઇના રસ્તાઓને ઇજારદાર કારપેટ-રીકાર્પેટ કરી જીએસટી રિએમ્બર્સમેન્ટ માટે કુલ મંજુર ટેન્ડર રકમ 4.70 કરોડના પર મહત્તમ 12 ટકા એટલે કે 56.49 લાખનું ડેવીએશન માંગ્યું હતું. આ દરખાસ્ત પર સ્થાયી ચેરમેને જીએસટીના ડિફરન્સના જ રૂપિયા આપવાના થતાં હોવાનું ગણાવતાં પાલિકાને 39 લાખનો ફાયદો થયો છે.

અન્ય સમાચારો પણ છે...