વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે આગામી તારીખ 18મી જૂન અને 27 જૂન એમ બે તબક્કામાં એટીકેટી અને પૂરક પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022માં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવામાં આવેલી સ્નાતક અને અનુસ્નાતક ના વિવિધ અભ્યાસક્રમોની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.
યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી આ ઓનલાઇન પરીક્ષામાં ગેરહાજર કે કોઈ અન્ય કારણોસર પરીક્ષા આપી ન શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ તથા નાપાસ વિદ્યાર્થીઓ માટે એટીકેટી અને પૂરક પરીક્ષા લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આગામી 18મી જુન 2022 અને 27મી જૂન 2022 એમ બે તબક્કામાં લેવામાં આવનારી પરીક્ષાઓમાં અનુક્રમે સેમેસ્ટર-1, 3 અને 5 તથા સેમેસ્ટર 2 અને 4 ની બી.એ બી.કોમ બી.એસ.સી, બીબીએ તથા એમએ, એમકોમની એટીકેટી અને પૂરક પરીક્ષા લેવામાં આવશે.
એટીકેટી કે પૂરક પરીક્ષા આપનાર આ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા કોલેજ કક્ષાએ ચાલુ છે. પૂરક અને એટીકેટીની પરીક્ષાનો ટાઇમ ટેબલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.