• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Confused About The Assistance Of The Family Of The Deceased In Corona In Surat, He Said There Is No Explanation Regarding The Eligibility For Assistance

ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં કોરોનામાં મોતને ભેટનારના પરિવારજનો સહાયને લઈને મૂંઝવણમાં, કહ્યું- સહાયની પાત્રતા અંગે કોઈ સ્પષ્ટીકરણ નથી, ફોર્મ લેવા લાઈનો લાગી

સુરત21 દિવસ પહેલા
નાગરિક સુવિધા કેન્દ્રો પર લોકોએ ફોર્મ લેવા લાઈનો લગાવી છે.
  • કોરોનાને કારણે મોતને ભેટેલા મૃતકના પરિવારજનોને સરકારે જાહેર કરેલી સહાય માટેની પાત્રતા લઈને મૂંઝવણ
  • કોવિડ ટેસ્ટ અસેરટિંગ કમિટિ કોવિડ શંકાસ્પદ મૃતક અંગે નિર્ણય કરશે: આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર

કોરોનાકાળમાં મોતને ભેટનાર માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. સહાયના ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે અને ફોર્મ લેવા લાઈનો લાગી છે. ત્યારે લોકો મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. ઘણા ફોર્મ લેવા આવેલા લોકોને આગળની પ્રક્રિયા અંગે જાણ ન હતી. બીજો પણ એક પ્રશ્ન ઉભો થયો હતો કે જેમના ડેથ સર્ટિફિકેટ ઉપર કોરોના સસ્પેક્ટેડ હોવાનું લખાણ છે. તેમને આ સહાય મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો.

નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે ફોર્મ વિતરણની વ્યવસ્થા
કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોના મોત થયા છે તેને લઈને કેન્દ્ર સરકારે તમામ લોકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે. જેને લઈને આજે ફોર્મ લેવા માટે લાંબી કતારમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. અરજી ફોર્મ ક્યાં મળશે તેને લઈને પણ ઘણા લોકો મૂંઝવણમાં હતા. મોટાભાગના લોકો સુરત જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે ફોર્મ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પહોંચ્યા હતા. અહીંથી ફોર્મ લીધા બાદ તેઓ જે ઝોનમાં મૃત્યુ પામ્યા હોય તે જો ની અંદર જે ડોક્યુમેન્ટ માગમાં આવ્યા છે તેની સાથે ભરવાનું રહેશે.

લાઈનમાં ઉભેલા લોકોમાં એક જ પ્રશ્ન છે હવે આગળ શું?
લાઈનમાં ઉભેલા લોકોમાં એક જ પ્રશ્ન છે હવે આગળ શું?

લોકોની મહત્વની મૂંઝવણ
લાઈનમાં ઉભેલા કેટલાક લોકો સાથે વાત કરતા તેમની કેટલીક મહત્વની મૂંઝવણ સામે આવી હતી. ઘણા ફોર્મ લેવા આવેલા લોકોને અરજી કર્યા બાદ આગળની પ્રક્રિયા અંગે જાણ ન હતી. બીજો પણ એક પ્રશ્ન ઉભો થયો હતો કે જેમના ડેથ સર્ટિફિકેટ ઉપર કોરોના સસ્પેક્ટેડ હોવાનું લખાણ છે. તેમને આ સહાય મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો. ઘણા એવા દર્દીઓ હતા કે જેમને સારવાર લીધા બાદ જ્યારે કોરોના નેગેટિવ આવ્યો અને તેના બીજા દિવસે જ દર્દીનું મોત થઈ ગયું હોવાના પણ કિસ્સાઓ હતા. આ બાબતે સરકારે શું વિચાર્યું છે તે અંગે પણ તેમને કોઈ જ માહિતી મળી નથી.

ફોર્મ સુરતમાં કંઈ જગ્યાઓ પરથી મળશે તે અંગે પોસ્ટર લગાવ્યા છે.
ફોર્મ સુરતમાં કંઈ જગ્યાઓ પરથી મળશે તે અંગે પોસ્ટર લગાવ્યા છે.

સરકારે કોઈ સ્પષ્ટતા ન કરતા મૂંઝવણ
ઝાકીર અહેમદે જણાવ્યું કે હું અહીં ફોર્મ લેવા માટે આવ્યો છું. મારી માતાના ડેથ સર્ટિફિકેટ ઉપર શંકાસ્પદ કોરોનાના કારણે મોત થયું હોવાનું લખવામાં આવ્યું છે. આ સ્થિતિમાં હવે હું આ ફોર્મ ભર્યા બાદ સહાય માટે પાત્ર શું કે કેમ તે અંગે મને પોતાને પણ ધ્યાન નથી અને સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. મારા જેવા સમગ્ર શહેર અને રાજ્યોમાં ઘણા લોકો હશે કે જેમના ડેથ સર્ટિફિકેટ ઉપર શંકાસ્પદ કોરોના ના કારણે મોત થયું હોવાનો ઉલ્લેખ છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરીગર.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરીગર.

સહાયની પાત્રતા અંગે સ્પષ્ટતા નથી
ઈકબાલ શેખે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રક્રિયાને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને કારણે મૃતકના પરિવારજનો મૂંઝવણમાં મુકાયા છે. હું પોતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા માટે પહોંચ્યો હતો અને ત્યારબાદ મને માહિતી મળી કે નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આ ફોર્મ મળી રહ્યા છે. મેં જે સાઈડ પરથી ફોર્મ ડાઉનલોડ કર્યું છે તે અલગ છે નાગરિક સુવિધા કેન્દ્ર પરથી જે ફોર્મ આપવામાં આવ્યો છે તે પણ અલગ છે. સહાયની પાત્રતા અંગે પણ કોઈ સ્પષ્ટીકરણ નથી.

શંકાસ્પદ કોરોનાને લઈને એક કમિટીની રચના
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે ઝોન ઓફિસની અંદર તમામ અરજીઓ સ્વીકારવા માટે અમે તૈયારી કરી છે. જેમના મરણ દાખલા ઉપર શંકાસ્પદ કોરોનાને કારણે મૃત્યુ થયું છે એવું લખાણ હશે તેના માટે અલગથી એક કમિટિની રચના કરી છે. કોવિડ ટેસ્ટ એસરટિંગ કમિટિ બનાવવામાં આવી છે. જેમના થકી તમામ કોમ્પ્લિકેટેડ કેસો અંગેનો નિર્ણય લેવાશે. કોરોનાના કારણે મોતને ભેટેલા વ્યક્તિના પરિવારજનોને સહાય મળશે કે કેમ તે અંગેનો નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...