તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનના કારણે આવકવેરા વિભાગની કામગીરીને પણ અસર પડી છે. જેમાં એસેસમેન્ટ (આકારણી)ની પ્રક્રિયા ઘોંચમાં મૂકાઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ની ગણતરી મુજબ આ વખતે સપ્ટેમ્બર સુધી એસેસમેન્ટ પૂર્ણ કરવાના હતા અને આગામી વર્ષના એસેસમેન્ટ માટેની નોટિસો પણ ઇશ્યુ કરી દેવાની હતી. અલબત્ત, કોરોનાની સ્થિતિના લીધે આ બંને કામગીરી અટવાઈ ગઈ છે. સી.એ. આલમ માગ કરી રહ્યું છે કે એસેસમેન્ટ માટેની તૈયારીઓ પણ કરવાની હોય સપ્ટેમ્બરની તારીખ લંબાવીને 31મી ડિસેમ્બર કરી દેવી જોઇએ.
નોટિસો મળી ગઈ પરંતુ એસેસમેન્ટ બાકી
ઇન્કમટેક્સ કાયદાની કલમ-143(2) મુજબ રીટર્ન ભરાયાના નાણાકીય વર્ષના અંતથી છ મહિનામાં સ્ક્રુટિની એસેસમેન્ટ માટે નોટિસો કાઢવાની હોય છે. આમ, આકારણી વર્ષ 2018-19 માટેના રિટર્ન ભરાઈ ગયા હોય નાણાકીય વર્ષ 2019-20 માટેની નોટિસો કરદાતાઓને મળી ગઈ છે. જેમાં નોટિસનો જવાબ 15 દિવસમાં ઓનલાઇન આપવાનો હતો. જો કે, લોકડાઉનની સ્થિતિમાંં મોટાભાગના કરદાતા જવાબ આપી શક્યા નથી.
સપ્ટેમ્બર ભારે વ્યસ્ત | સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે એસેસમેન્ટ સપ્ટેમ્બર અંત સુધી પૂર્ણ કરવાના છે. ઉપરાંત આકારાણી વર્ષ 2020-21 માટેના ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ પણ 30મી સપ્ટેમ્બર છે. આથી જ આકારણી માટેની તારીખ 31મી ડિસેમ્બર સુધી લંબાવવાની માગ છે. આકારણી વર્ષ 2018-19ના એસેસમેન્ટો ‘નીલ ’માં પસાર કરવાની ઔપચારિકતા પુરી કરવી જોઇએ અને વર્ષ 2019-20ના ભરેલા રિટર્નોની સ્ક્રુટિની કર્યા વગર ઇન્ટીમેશન મોકલી આપવાનું સૂચન છે. 30મી જુલાઇ, 2020ની લંબાવેલી તારીખે તમામ પેનલ્ટી પણ રદ કરવાની અપીલ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.