ઉધનામાં ખરીદી કરવા ગયેલા કારીગરને રસ્તામાં 2 બદમાશોએ માર મારી ‘કયા હૈ જેબ મેં’ એમ કહી 5 હજારની કિંમતનો મોબાઇલ અને બેંકનો ક્રેડિટ કાર્ડ લૂંટી લીધો હતો. આ ઘટના 6 તારીખે ઉધના સંજય નગર ઝુંપડપટ્ટી પાસે શૌચાલયની બાજુમાં મોડીરાત્રે બનવામાં પામી હતી.
ઉધનામાં મિલેનિયમ માર્કેટ-4માં રહેતા શ્રવણ વળવી માર્કેટમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. બંને બદમાશોને કારીગરને લૂંટી લીધા બાદ કારીગર મચ્છી લેવા વગર જ ઘરે આવી ગયો હતો. ંઘટના અંગે યુવકે ઘરે આવી પરીવારને જાણ કરી હતી. કારીગરે ફરિયાદ આપતા ઉધના પોલીસે લૂંટનો ગુનો નોંધીને બંન્ને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.