તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નો એન્ટ્રી:એક્વેરિયમ-ઝૂમાં ક્ષમતા કરતા વધુ લોકો ઉમટ્યા, 1000થી વધુને પ્રવેશ ન અપાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરથાણા પ્રાણી સંગ્રહાલય - Divya Bhaskar
સરથાણા પ્રાણી સંગ્રહાલય
  • એક્વેરિયમમાં સવાર-સાંજ 25-25 અને ઝૂમાં 200-200ને એન્ટ્રીની છૂટ હતી
  • ગોપી તળાવમાં 1130, ઝૂમાં 369 અને એક્વેરિયમમાં 46 લોકો આવ્યા

રવિવારે એક્વેરિયમ, નેચર પાર્કમાં લોકો ઉમટી પડ્યા હતાં. જોકે ક્ષમતા કરતા વધુ લોકો આવી જતાં એક હજારથી વધુ લોકોને પ્રવેશ અપાયો ન હતો. એક્વેરિયમમાં 50 અને ઝૂમાં 400 લોકોને જ એન્ટ્રીની છૂટ આપવામાં આવી હતી. અલગ અલગ ફરવા લાયક સ્થળો ખોલાયા છે. લોકો ગોપી તળાવ, પ્રાણી સંગ્રહાલય અને ઝૂમાં ફરવા નીકળી પડ્યા હતાં.

ગોપી તળાવમાં 1130, પ્રાણી સંગ્રહાલયમાં 369 અને એક્વેરિયમમાં 46 લોકો આવ્યા હતાં. શુક્રવારથી શરૂ થયેલા ઝૂ અને એક્વેરિયમમાં ટિકિટ બારી બંધ હતી જેથી ઓનલાઈન ટિકિટ લેનારને જ એન્ટ્રી મળતાં બંને જગ્યાએ મળીને 1 હજાર લોકોને ઓફલાઈન ટિકિટ ન મળતા ઘરે પરત ફરવું પડ્યું હતું.

ક્વોટા ફૂલ થઇ જતાં ઓનલાઇન ટિકિટ પણ ન મળી
ઝુ અને એક્વેરિયમમાં એન્ટ્રી મેળવવા ઓનલાઈન બુકિંગ કરવાનું રહે છે. બારીમાંથી ટિકિટ ન મળતાં રવિવારે લોકોએ ઓનલાઇન ટિકિટ લેવા પ્રયાસો કર્યાં હતાં. જોકે ક્વોટા ફૂલ થઇ જતાં ટિકિટ મળી ન હતી.

ક્યાં કેટલા લોકો આવ્યા
સ્થળમુલાકાતીકમાણી
ગોપી તળાવ113016000
પ્રાણી સંગ્રહાલય36910810
એક્વેરિયમ461380
અન્ય સમાચારો પણ છે...