લોકાર્પણ:હવામાંથી ઓક્સિજન બનાવતા પ્લાન્ટ સિવિલ- સ્મીમેરમાં આજથી શરૂ કરાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ઓક્સિજન પ્લાન્ટનું PM વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ કરશે
  • ​​​​​​​નવી સિવિલ હોસ્પિટલમાં શહેરી વિકાસમંત્રી ઉપસ્થિત રહેશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પી.એમ.કેર્સ ફંડમાંથી 2.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને હવામાંથી ઓક્સિજન એકત્ર કરતા 3 ઓક્સિજન પ્લાન્ટનું વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે લોકાર્પણ કરશે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે આગોતરૂ આયોજન કરીને સરકારી હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયની 18 જેટલી હોસ્પિટલો ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટોનું સામુહિક લોકાર્પણ કરશે.

જે અંતર્ગત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1.60 કરોડના ખર્ચે પી.એમ.કેર્સ ફંડમાંથી નિર્મિત થયેલા 4.68 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે રૂ.80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થશે. આ ત્રણયે પ્લાન્ટ દ્વારા હવામાંથી ઓક્સિજન એકત્ર કરવામાં આવશે અને તેનો દર્દીઓ માટે ઉપયોગ કરી શકશે શહેરી વિકાસમંત્રી વિનુ મોરડીયા ગુરુવારે સવારે 10.00 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે જિલ્લાકક્ષાના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હજાર રહેશે. આ પ્રસંગે કોરોના વોરિયર્સ અને વેકસીનેશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...