તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આંદોલન કરનારી ABVPના મંત્રી જ લાભ નથી આપતા

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • છાત્રોને 12 % ટ્યુશન ફીનો લાભ આપવાનો મુ્દો

વીએનએસજીયુની ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને 12 ટકા ટ્યુશન ફીનો લાભ નહીં આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીમાં વિરોધ કરી રહી છે. તો બીજી તરફ એબીવીપીના જ શહેર મંત્રી અને અમરોલીની આર વી પટેલ કોલેજના આચાર્ય ડો. મુકેશ ગોયાણીએ જ બાર ટકા ટ્યુશન ફીનો લાભ વિદ્યાર્થીઓને આપ્યો નથી. ભાજપના કાર્યકર્તા અને શેઠ સી. ડી. બરફીવાલા કોલેજના સંચાલક સનીલ પટેલ પણ વિદ્યાર્થીઓને બાર ટકા ટ્યૂશન ફીનો લાભ વિદ્યાર્થીઓને નહીં આપવાનો આક્ષેપ એનએસયુઆઇના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી અને શહેર મંત્રી મનીષ દેસાઇએ કર્યો છે.

વાત એવી છે કે, કોરોના વાયરસની મહામારી બાદ વિદ્યાર્થીઓની સાથે વાલીઓને કોલેજોની ફી ભરવામાં તકલીફ પડતી હોવાથી પૂરેપૂરી એટલે કે સૌ ટકા એફિલેશન ફી માફ કરીને દસ કરોડ રૂપિયા જેટલી ખોટ કરી છે. પરંતુ બીજી તરફ ખાનગી કોલેજો બાર ટકા પણ ટ્યુશન ફી પણ માફ કરવા તૈયાર નથી. જેને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં રોષ ફેલાયો છે. પરિષદ જણાવે છે કે યુનિવર્સિટીએ ખાનગી કોલેજોની ટ્યુશન ફીમાં બાર ટકા, એફિલેશન ફીમાં સૌ ટકા તેમજ જુદા જુદા પ્રકારના હેડમાં પંચાસથી સૌ ટકા સુધીનો કાપ મૂકયો છે.

જે મામલે યુનિવર્સિટીએ પરિપત્ર પણ કરયો હતો. પરંતુ આજ સુધી ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનો લાભ આપ્યો નથી. જેને કારણે એબીવીપી આંદોલન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો