તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:ભેસ્તાનના અસરગ્રસ્તોને વડોદના આવાસો ફાળવાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદના 125 આવાસ 54 લાખના ખર્ચે રિપેર કરાશે, ભેસ્તાનના આવાસ રિડેવલપ કરાશે

ભેસ્તાનના જર્જરિત આવાસને લીધે બાળકીના મરણની ઘટના બાદ ભેસ્તાન આવાસને રિ-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ લેવાનો અને આવાસના અસરગ્રસ્તોને વડોદ ઇડબલ્યુએસ આવાસ ખાતે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે. આ વડોદના આવાસો જર્જરિત હોય અને દાયકા ઉપરાંતથી કોઈ રહેતું ન હોય એવા 125 આવાસોને 54.24 લાખના ખર્ચે રિપેરિંગ કરવાનો સ્થાયી સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે.

મેયર હેમાલીબેન બોઘાવાલાએ ભેસ્તાન સરસ્વતી આવસની મુલાકાત લીધી હોવા છતાં જર્જરિત આવાસ પ્રકરણમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યાર બાદ છતના પ્લાસ્ટર તૂટી પડતાં બાળકીના મોતની ઘટના બનતાં શાસકો દોડતાં થઈ ગયાં હતાં.બાળકીના મોત બાદ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ નહીં સ્વીકારવા ધરણા પર બેસી જતાં જ મેયર, ડે.મેયર, ચેરમેન સહિતના સ્થળ પર દોડી ગયાં હતાં અને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હૈયા ધરપત આપતાં માંમલો માંડ થાડે પડ્યો હતો.

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટલે જણાવ્યું હતું કે, સિવિલ ખાતે ઝડપી સોલ્યુશન લાવવા હૈયા ધરપત આપી હોય અસરગ્રસ્તોને વડોદ ઈડબલ્યુએસ આવાસ ખાતે વૈકલ્પિક જગ્યા આપવાનો નિર્ણય કરાયો છે. એ સાથે જ ભેસ્તાન આવાસ રિ-ડેવલપમેન્ટનો અને વડોદના 125 આવાસોને રૂપિયા 54 લાખ ખર્ચે રિપેરિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...