તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:આઠ ગ્રાન્ટેડ કોલેજો ફરી યુનિવર્સિટીમાં જોડાતાં પ્રવેશ પ્રક્રિયા 2 દિવસ લંબાવાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કોલેજોના આચાર્યો, અધ્યાપકોને સેનેટનું પદ આપી વિવિધ સત્તા મંડળમાં પણ સ્થાન

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 8 ગ્રાન્ટેડ કોલેજોને ફરી જોડાણ આપતાં પ્રવેશ પ્રક્રિયા લંબાવવાની ફરજ પડી છે. જે મુજબ તમામ કોર્સના ફર્સ્ટ યરના ઓનલાઇન ફોર્મ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. આ સાથે જ યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકોમાં પણ વધારો કર્યો હોવાની માહિતી મળી છે.

રાજ્ય સરકારના વટહુકમ બહાર પડ્યાના ત્રણ દિવસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ રવિવારે આઠ ગ્રાન્ટેડ કોલેજોને ફરી જોડાણ આપ્યું છે. એટલું જ નહીં, આ તમામ ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યો અને અધ્યાપકોને પણ સેનેટનું પદ આપી વિવિધ સત્તા મંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યા છે. યુિનવર્સિટીએ આઠ ગ્રાન્ટેડ કોલેજોને જોડાણ આપતા જ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યોની સાથે સુરતીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.રાજ્ય સરકારે વર્ષ 2009ના પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવાની સાથે તેનો અમલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

જેથી શિક્ષણ વિભાગના આદેશથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પાંચ, વનિતા વિશ્રામની એક અને બારડોલી પ્રદેશ કેળવણી મંડળની બે એમ આઠ ગ્રાન્ટેડ કોલેજોના જોડાણ રદ કર્યા હતા. જો કે, એક્ટ મુજબ આઠ ગ્રાન્ટેડ કોલેજોને તેમના ટ્રસ્ટની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોવાની જોગવાઇથી વિદ્યાર્થી, અધ્યાપકો, આચાર્યો, એબીવીપી અને એનએસયુઆઇ સહિતના વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરતા જ રાજ્ય સરકારે તાકિદે વટહુકમ બહાર પાડવાની ફરજ પડી હતી. જે બહાર પડ્યાના ત્રણ દિવસ બાદ રવિવારે સાતમના શુભ દિવસે આઠ ગ્રાન્ટેડ કોલેજોને ફરી જોડાણ આપ્યું છે.

3 કોર્સમાં 5 હજાર બેઠક વધી

કોર્સપહેલાવધારોકુલ
બીકોમ29,1752,70031,875
બીએ23,4721,63025,102
BSc13,17575013925

આ 8 ગ્રાન્ટેડ કોલેજોને પુન: જોડાણ મળ્યું
1. પી. ટી. સાયન્સ
2. એસ. પી. બી. કોમર્સ
3. કે. પી. કોલેજ ઓફ કોમર્સ
4. એમ. ટી. બી. આર્ટ્સ
5. વી. ટી. ચોક્સી લો કોલેજ
6. ધી પાટીદાર જીન સાયન્સ
7. પટેલ આર. બી. આર્ટ્સ એન્ડ પટેલ જી. આર. કોમર્સ કોલેજ
8. પી. ટી. મહિલા આર્ટ્સ & હોમ સાયન્સ

અન્ય સમાચારો પણ છે...