વીર નર્મદ યુનિવર્સિટીએ પોસ્ટ ગ્રેજ્યુએટની એડમિશન પ્રોસેસમાં ફેરફાર કર્યો છે. યુનિવર્સિટી સીજીપીએને ધ્યાને રાખી મેરીટ લિસ્ટ બનાવશે અને વિદ્યાર્થીઓને એડમિશન આપશે. યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા સેમ.નું પરિણામ ગણતરીમાં લીધા વિના મેરીટ તૈયાર કરી એડમિશન આપવા નિર્ણય કર્યો હતો. પરંતુ આચાર્યો અને સિન્ડિકેટ સભ્યનો વિરોધ જોતા નિર્ણયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
હવે એડમિશન પ્રોસેસ સીજીપીએ મુજબનું મેરીટ બનાવી એડમિશન આપશે. જે વિદ્યાર્થીએ સફળતાપૂર્વક પ્રોસેસિંગ ફી સહિત ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા છે એવા તમામ વિદ્યાર્થીએ પણ શૈક્ષણિક વર્ષ 2021-22ના દ્વિતીય સત્રને અંતે લેવાયેલ અંતિમ સેમ.ની પરીક્ષાનું પરિણામની વિગત અપલોડ કરવાની રહેશે.
પરિણામ જાહેર થયાને 7 દિવસમાં ફોર્મ ભરવંુ
પરિણામ જાહેર થયાને 7 દિવસમાં લોગ-ઈન આઈડી તથા પાસવર્ડથી લોગઈન કરી એડમિશન ડેશબોર્ડમાંથી સીજીપીએની વિગત ઓનલાઈન ફોર્મમાં આપવાની રહેશે. માર્કશીટ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી અપલોડ કરવાની રહેશે. જે વિદ્યાર્થીએ હજુ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા નથી. તેવા વિદ્યાર્થીઓ પણ વર્ષ 2021-22ના દ્વિતીય સત્રને અંતે લેવાયેલ અંતિમ સેમ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 7 દિવસમાં ફોર્મ ભરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.