એજ્યુકેશન:યુનિ.માં હવે વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા, પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓને લાભ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે એક વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. શનિવારે મળેલી એકેડેમિક કાઉન્સિલમાં આ નિર્ણય કરાતા પ્રવેશ મેળવવાથી વંચિત વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઉપરાંત કોલેજોની ખાલી બેઠકો પણ ભરાઇ જશે.

સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચિયાની લેખિત રજૂઆતને આધારે યુજી અને પીજીના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના રેગ્યુલર અને એક્સટર્નલ કોર્સમાં આ પદ્ધતિથી પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે. એકેડેમિક કેલેન્ડર મુજબ વેકેશન યથાવત રખાયું છે પરંતુ ઇન્ટરનલ પરીક્ષા સહિતની તારીખો બદલાશે.

ડબલ એડમિશન પ્રોસેસના ફાયદા

  • પહેલી પ્રવેશ પ્રક્રિયામાં પસંદગીની કોલેજ નહીં મળે તો બીજી પ્રવેશ પ્રક્રિયાથી મેળવી શકાશે.
  • મેડિકલ કે પેરા મેડિકલ સહિતના કોર્સમાં નહીં ફાવે તો બીજી પ્રવેશ પ્રક્રિયાથી કોર્સ બદલી શકાશે.
  • ન્યુ એજ્યુકેશન પોલિસી-2020 ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ખૂબ જ વધશે.
  • વિદ્યાર્થીઓ ફી ભરવામાં તકલીફ જેવા કારણોથી અભ્યાસ છોડશે નહીં. બીજી પ્રવેશ પ્રક્રિયાથી ગ્રાન્ટેડ કે સરકારી કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે.
અન્ય સમાચારો પણ છે...