• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Adi Kailas Group Of Dumas Built A 28 foot tall Trident Weighing 50 Kg On 2 Mountains At An Altitude Of 14,000 Feet In Uttarakhand.

ભાસ્કર વિશેષ:ડુમસના આદિ કૈલાસ ગ્રુપે ઉત્તરાખંડમાં 14 હજાર ફૂટની ઊંચાઇએ 2 પર્વત પર 50 કિલોના 28 ફૂટ ઊંચા ત્રિશુલની પ્રાણ પ્રતિષ્ઠા કરી

સુરત3 મહિનો પહેલાલેખક: પ્રેમ મિશ્રા
  • કૉપી લિંક
ત્રિશુલ પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશની વિવિધ નદીઓનું પાણી લઈ જઈને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બંને પર્વતો પર 28 ફૂટ ઊંચા ત્રિશુલની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. - Divya Bhaskar
ત્રિશુલ પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશની વિવિધ નદીઓનું પાણી લઈ જઈને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બંને પર્વતો પર 28 ફૂટ ઊંચા ત્રિશુલની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી.
  • પંજાબના પઠાનકોટમાં બનાવેલા ત્રિશુલને પ્રાણપ્રતિષ્ઠાની જગ્યાએ એસેમ્બલ કરાયા

ડુમસના આદિ કૈલાશ ગ્રુપ દ્વારા ઉત્તરાખંડમાં ધરતીથી 14 હજાર ફૂટની ઊંચાઇએ આદિ કૈલાશ અને ઓમ પર્વત ખાતે 28-28 ફૂટના સ્ટીલના ત્રિશુલની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. આ ત્રિશૂલ પંજાબના પઠાનકોટ ખાતે બનાવાયું હતું. આદિ કૈલાશ ગ્રુપના મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘2020માં અમે ત્રિશુલની પ્રાણપ્રતિષ્ઠાનો વિચાર કર્યો હતો. પરંતુ કોવિડના કારણે 2 વર્ષ બાદ આ વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

28 ફૂટના ત્રિશુલને લઈને બસ કે ટ્રેનમાં યાત્રા કરવી અઘરી હોવાથી ત્રિશુલને અલગ-અલગ ભાગમાં બનાવાયો હતો. જેથી કરીને તેને સાથે લઈને જઈ શકાય. પ્રાણપ્રતિષ્ઠાના સ્થળે ત્રિશુલને એસેમ્બલ કરી લઇ જવાયા હતા.

બંને ત્રિશુલ ટેમ્પોમાં લઈ જવાયા
મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે 38 લોકો ગયા હતા. પઠાનકોટથી આદિ કૈલાશ સુધી ત્રિશુલોને ટેમ્પોમાં લઇ ગયા. ટેમ્પોવાળાને ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા આવી કે, છેક સ્થાપના સ્થળ સુધી આવ્યો. ITBPના જવાનોએ પણ અમારી મદદ કરી.

વૃદ્ધો દર્શન કરે માટે સ્થાપના કરી
ત્રિશુલના સ્થાપના સ્થળથી મુખ્ય દર્શન સ્થળ 4 કિમી જેટલું દૂર છે. ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી વૃદ્ધોને ં તકલીફ પડે છે. તેથી વૃદ્ધ લોકો સરળતાથી ભગવાનના દર્શન કરી શકે તે માટે અમે આ ત્રિશુલની સ્થાપના કરી છે.

અન્ય સમાચારો પણ છે...