વિરોધ:ફોસ્ટા ઓફિસનો ઘેરાવ કરી એક્શન કમિટીએ થાળી વગાડી વિરોધ કર્યો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણી ટેક્સટાઈલ ટ્રેડર્સ સંગઠનમાં ચૂંટણીનો મુદ્દો ગરમાયો
  • ફોસ્ટાએ કહ્યું, વિરોધ નોંધાવનારા ફોસ્ટાના મેમ્બર જ નથી

ફોસ્ટાએ છેલ્લા 7 વર્ષથી ચૂંટણી નહીં કરાવતાં સોમવારે ફોસ્ટા એક્શન કમિટીના સભ્યોએ ઓફિસનો ઘેરાવ કરી થાળી વગાડી વિરોધ કર્યો હતો. બીજી તરફ ફોસ્ટાના આગેવાનોએ કહ્યું હતું કે, ‘જે લોકો વિરોધ કરવા માટે આવ્યા હતા તેઓ ફોસ્ટાના મતદાતા કે સભ્યો જ નથી.’ એક્શન કમિટીના જણાવ્યા પ્રમાણે, ફોસ્ટા પર કબ્જો કરીને બેસેલા આગેવાનોને 12 જાન્યુઆરી સુધીમાં ચૂંટણીની તારીખ જાહેર કરવા અલ્ટિમેટમ આપવા છતાં જાહેરાત કરાઈ નથી.

ફોસ્ટાનું બેંક ખાતું સીઝ કરાશે
વેપારી લલિત શર્મા કહે છે કે, ‘અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતા હતાં. પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતાં હવે ફોસ્ટાનું બેન્ક એકાઉન્ટ સિઝ કરવા માટેની પ્રોસેસ શરૂ કરીશું.

સભ્યોના મત પછી જ નિર્ણય
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘આમાં ઘણા તો વેપારી પણ નથી તથા કોઈ ફોસ્ટાનો મતદાતા નથી. ફોસ્ટાના સભ્યોના મત લીધા પછી જ ચૂંટણી મુદ્દે નિર્ણય લેવાશે.’

અન્ય સમાચારો પણ છે...