• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Accused Who Supplied The Quantity Of Charas From Himachal Pradesh To Surat And Navsari And Was Involved In Three Crimes Was Arrested

સપ્લાયર પકડાયો:હિમાચલ પ્રદેશથી સુરત તથા નવસારી ચરસનો જથ્થો સપ્લાય કરનાર અને ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી નીરવ પટેલ - Divya Bhaskar
આરોપી નીરવ પટેલ
  • સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરત પોલીસ દ્વારા શહેરને નશા મુક્ત કરવાની દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ડ્રગ સહિતના માદક પદાર્થોના સેવન વેચાણ કરનાર સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા તરસના જથ્થાને સુરત અને નવસારી ખાતે મોકલનાર સપ્લાયરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2.34 લાખનું સરસ ઝડપાયેલું

ગત 26મી એપ્રિલના રોજ ડુમસ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી ઉત્સવ રમેશભાઈ સાંગાણી, શાંતાબેન ઉર્ફે શીતલ રમેશભાઈ કાલુભાઈ સંઘાણીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 235ગ્રામ 620 એમએલ ચરસ કબજે કર્યું હતું. તેમજ તેઓના નવસારી ખાતે આવેલા રહેણાક મકાનમાં તપાસ કરતા ત્યાંથી 2.34 લાખની કિમતનું ચરસ પણ મળી આવ્યું હતું જેથી ત્યાંથી રમેશભાઈ કાળુભાઈ સાંગાણી અને દર્શન રમેશભાઈ સાંગાણીની ધરપકડ કરવામાં આવી હતી.

હિમાચલ પ્રદેશથી ચરસ મંગાવાયેલું

પોલીસ તપાસમાં આરોપીઓએ ચરસ હિમાચલ પ્રદેશથી મંગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ગુનામાં ચરસનો જત્થો સપ્લાય કરનાર નીરવ અરુણભાઈ પટેલની સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપડક કરી હતી.તેની સામે સુરતમાં એક અને નવસારીના જલાલપોર પોલીસ મથકમાં બે ગુના નોધાયેલા હતા. તેમજ આરોપી 2021 ના ડીસેમ્બર મહિનામાં હિમાચલમાં પણ ચરસના જત્થા સાથે પકડાયો હતો અને હાલમાં જામીન પર છુટયો હતો.

અન્ય સમાચારો પણ છે...