પ્રોપર્ટી કન્સલ્ટન્ટને ખજોદની જમીન વેચાણથી આપવા બાબતે સોદો કરીને 6.79 કરોડ રૂપિયા લઈને તેજ જમીન અન્યને વેચીને છેતરપિંડી કરવાના બનાવમાં ઉમરા પોલીસે વકીલના સાગરિત તુખા લાલુની 5 મહિના પછી ધરપકડ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, ભટારમાં રહેતા દીપક મોતીલાલજી શર્મા ડીએમએસ કન્સલ્ટના નામથી જમીન લે-વેચનું કામ કરે છે. આરોપી અલ્કેશ ગાંધી વકીલ છે. અલ્કેશના ભાગીદારો તુખાભાઈ લાલુ જોરૂભાઈ લાલુ અને રાકેશચંદ્ર લાપસીવાલા છે.
તમામ ભાગીદારોએ ખજોદની એક જમીનનો સોદો દીપક શર્મા સાથે 6.79 કરોડ રૂપિયામાં કર્યો હતો. ડાયરીમાં વેચનાર તરીકે તુખાભાઈ અને ખરીદનાર તરીકે દીપક શર્માનુ નામ હતું. દીપક શર્માએ તમામ રકમ આરોપીઓના આપી દીધી હતી. પરંતુ તેઓ કોઈ પણ બહાને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હતા. દીપકે પોતે ગુજરાત રાજ્યના ખેડુત ન હોવાના કારણે તે જમીનનો દસ્તાવેજ તેમના મિત્ર રાજેન્દ્ર શાહના નામે કરવા કહ્યું હતું. ત્યારે અલ્કેશે બહાનો કર્યો કે રાજેન્દ્ર શાહ અને અને જોરૂભાઈ વચ્ચે અન્ય જમીન બાબતે મનદુખ હોય તેમની સમાધાન થશે પછી દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું.
પછી દીપક શર્માને ખબર પડી કે તુખાભાઈએ તે જમીનનો દસ્તાવેજ 2014માં જોરૂભાઈ વાંક, હકુભાઈ વાક અને દિગ્વિજય દરબારના નામે કરી આપ્યો હતો. આમ તખુભાઈ અને જોરૂભાઈએ ષડયંત્ર રચીને દીપક પાસેથી પેમેન્ટ લઈ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. દીપક શર્માએ વકીલ અલ્કેશ ગાંધી સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.