તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Accused Was Released Due To Police Negligence In The Investigation Of The Misdemeanor Case And Failure To Take The Statement Of The Witness

પોલીસની બેદરકારી:દુષ્કર્મ કેસની તપાસમાં પોલીસની બેદરકારી, સાક્ષીના નિવેદન ન લેતાં આરોપી છૂટી ગયો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સચીનની પીડિતાને જો કોઈ વળતર અપાયું હોય તો તે પરત લેવા હુકમ
  • આ કેસમાં ઘટના સ્થળ નજીકથી પોલીસે એક પણ નિવેદન લીધુ ન હતું

સચીનમાં રહેતી 3 સંતાનની માતા એવી 50 વર્ષીય મહિલા પર બળાત્કારના ગુનામાં કોર્ટે પુરાવાના અભાવે 40 વર્ષના આરોપીને નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, બળાત્કારના ગુનામાં સજા ત્યારે જ થઇ શકે જ્યારે ભોગ બનનારની જુબાની વિશ્વસનીય હોય. આ સાથે અદાલતે એ પણ નોંધ્યું કે, પીડિતાને જો કોઈ વળતર ચૂકવવામાં આવ્યું હોય તો તે પણ પાછું લેવામાં આવે. સમગ્ર કેસમાં બચાવ પક્ષે દલીલ હતી કે, ફરિયાદ 8 મહિના જુની છે. મહિલા સાથે બળાત્કાર થયો હોય એવું તપાસમાં બહાર આવ્યું નથી. પોલીસે આ કેસમાં એકપણ સાહેદના નિવેદન લીધા ન હતા કે સાક્ષી તરીકે બતાવ્યા પણ ન હતા.

આ બાબતો પોલીસ અદાલતમાં પુરવાર કરી શકી ન હતી
કોર્ટે નોંધ્યંુ કે, ભોગ બનનારની જુબાની અને ફરિયાદમાં ઘણો વિરોધાભાસ છે. ફરિયાદ કે જુબાનીમાં બનાવનો સમય કે તારીખ દર્શાવી નથી. બનાવવાળી જગ્યા ખુલ્લી છે, ક્રિકેટ ગ્રાઉન્ડમાં લોકોની અવરજવર છે. જુમ્મા મસ્જિદ છે. ભરચક વસ્તીવાળા વિસ્તારમાં આવો બનાવ બને ત્યારે તે જગ્યાના નજીકના વ્યકિતઓ મુખ્ય સાહેદ કહેવાય, પરંતુ તપાસ અધિકારીએ તે જગ્યાના એકપણ સાહેદોના નિવેદનો લીધા નથી કે સાક્ષી તરીકે દર્શાવ્યા નથી.

ઘટના શું હતી
લાજપોર ખાતે રહેતો રિક્ષા ચાલક અશરફ ડેગીની ઓળખ આ જ વિસ્તારમાં રહેતી મહિલા સાથે થતા રૂપિયાની લેવડ-દેવડ આરોપીએ કરી હતી. ફરિયાદ મુજબ આરોપી મહિલાને 2જી એપ્રિલ, 2017એ પોતાની રિક્ષામાં બેસાડીને લાજપોર ખાતેના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઇ ગયો હતો અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે શું નોંધ્યુ

  • 376ના ગુનામાં મુખ્ય સાહેદ ભોગ બનનાર હોય છે, ભોગ બનનારની જુબાની વિશ્વસનીય હોય તો સજા થઈ શકે.
  • આ કેસમાં ભોગ બનનારને જ્યારે મેડિકલ માટે લઇ જવાઈ ત્યારે તેણે આરોપીને ઓળખી તેનું નામ પણ બતાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...