તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેવાનિયત:સુરતમાં રેપ કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએે ફરીવાર 14 વર્ષની કિશોરી પર બળાત્કાર કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાવરકુંડલામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને ગર્ભવતી બનાવી
  • 2014માં જીતુએ કાપોદ્રામાં 16 વર્ષની કિશોરીને ફસાવી દુષ્કર્મ કર્યું હતું

કાપોદ્રામાં 16 વર્ષની કિશોરી સાથે બળાત્કારના કેસમાં 3 વર્ષની સજા ભોગવી 2019માં જામીન પર છૂટેલા આરોપીએ લોકડાઉન દરમિયાન સાવરકુંડલામાં વધુ એક 14 વર્ષની કિશોરી પર રેપ કર્યો હતો. આરોપીએ કિશોરીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સાવરકુંડલા અને કાપોદ્રામાં રેપ કરી ગર્ભવતી બનાવી હતી. કિશોરીની માતાએ સાવરકુંડલા પોલીસમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એસઓજીએ આરોપી જીતુ જોખમને સુરતથી ઝડપી પાડ્યો હતો.

2019માં જામીન પર છૂટ્યો હતો
વર્ષ 2014માં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જોખમ કાપોદ્રામાં રહેતો હતો ત્યારે નજીકમાં રહેતી 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયા બાદ ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીએ બાળકને જન્મ આપ્યો ત્યારબાદ આરોપીએ તેના એક મિત્રને કિશોરીને સોંપી દીધી હતી. આ કેસમાં કિશોરીએ જીતુ અને તેના મિત્ર સામે કાપોદ્રા પોલીસમાં રેપનો ગુનો નોંધાવ્યો હતો. બંનેની ધરપકડ પણ કરાઈ હતી. જીતુ 3 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ વર્ષ 2019માં જામીન પર છૂટયો હતો.

ફોટો વાઇરલ કરવાની ધમકી આપી હતી
જામીન પર છૂટી લોકડાઉનના સમયે તે સાવરકુંડલામાં મામાના ઘરે ગયો હતો. જ્યાં તેણે 14 વર્ષની કિશોરીને ફસાવી હતી.જીતુ કિશોરીને વીંટી પહેરાવતો હતો ત્યારે એના મિત્રે મોબાઇલમાં ફોટો પાડી લીધો હતો. પછી તે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી કિશોરી સાથે રેપ કર્યો હતો. જીતુએ સાવરકુંડલા અને કાપોદ્રામાં બે વાર કિશોરી સાથે રેપ કર્યો હતો. જીતુએ કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે કિશોરીની માતાને જાણ થતાં માતાએ થોડા મહિના પહેલા જીતુ સામે સાવરકુંડલા પોલીસમાં રેપ અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધાવ્યો હતો.

માત્ર નામના આધારે જ આરોપી ઝડપાયો
સાવરકુંડલા પોલીસ પાસે માત્ર જીતુનું નામ અને સુરતમાં રહેતો હોવાની માહિતી હતી. જેના આધારે સુરત એસઓજીના એએસઆઈ જલુ મગન અને હે.કો.અશોક લાભુએ બાતમીને આધારે કાપોદ્રા ગાયત્રી સોસાયટી પાસેથી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ જોખમ રાઠોડ (26)(રહે. બંસી એપાર્ટ, કાપોદ્રા,મૂળ. શેલણાગામ, સાવરકુંડલા, અમરેલી)ને પકડી પાડયો હતો. સુરતમાંથી પણ તે ભાગી જવાની ફિરાકમાં હતો. તેની સામે બે રેપના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી રત્નકલાકાર છે.

અન્ય સમાચારો પણ છે...