ધરપકડ:ચોરીના આરોપીને CID ક્રાઈમે આગ્રાથી ઝડપ્યો

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરત પોલીસ તપાસ કરી શકી ન હતી

સુરત સિટી પોલીસ જે ચોરીની તપાસ બરાબર કરી શકી ન હતી તેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે આગ્રાથી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્લે પોઈન્ટ પાસે બે વર્ષ પહેલા ૧.૬૦ લાખ રૂપિયાની ચોરી કરનાર આરોપીને સીઆઈડી ક્રાઈમે આગ્રાથી ઝડપી પાડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્લે પોઈન્ટ પાસે પ્રાર્થના એપાર્ટમેન્ટમાં રહેતી ઉષાબેન રમાકાંત સુરેકાના ઘરે આરોપી વિજયસિગ રાજપુત અઢી વર્ષ પહેલા પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.

તે સમયે ઉષા સુરેકા કામ માટે પુણે ગયા હતા. ત્યાં થોડા દિવસ રોકાયા હતા. તે સમય ગાળા દરમિયાન વિજયસિંગે ઉષા સુરેકાના ઘરમાંથી ૧.૬૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી. તે સમયે ઉમરા પોલીસે ફરિયાદ લીધી નહતી. દબાણ થતા પોલીસે ગુનો દાખલ કર્યો પરંતુ બરાબર તપાસ કરી ન હતી. તેથી સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારથી સીઆઈડી ક્રાઈમ આરોપી વિજયસિંગને શોધતી હતી. સીઆઈડી ક્રાઈમે આરોપી વિજયસિંગને આગ્રાથી ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...