તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વેપારી સાથે 5 લાખની ઠગાઈમાં આરોપી હાથ પર લખેલા ‘S’ ટેટુ પરથી પકડાયા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઠગોએ 5 લાખના બદલામાં 10-20-50ની નોટો આપવા કહ્યું હતું

બારડોલી ભંગારના વેપારીએ 7.50 લાખના છુટા રૂપિયા લેવાની લાલચમાં 5 લાખની રકમ ગુમાવી છે. એક ઠગે જમણા હાથ પર ‘S’ લખેલું હતું. જેના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બે ચીટરો પોલીસના હાથમાં આવી ગયા છે. અન્ય બે ઠગ ફરાર છે.

બારડોલી સુગર ફેકટરી પાસે શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા અને જુના ફર્નિચરના લે-વેચનો ધંધો કરતા ફારૂક જુમ્મા ખટીક પર એક મહિના પહેલા એક કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે, અમારૂ ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટમાં પરચૂરણ રૂપિયા અમારી પાસે છે. તમે 5 લાખ રૂપિયા આપશો તો તેના બદલામાં 10-20-50 રૂપિયાની પરચૂરણ નોટો સાડા સાત લાખની આપીશું.

અમિત નામના ઠગે કોલ કરી હજીરા રોડ બોલાવ્યો પછી ત્યાંથી આગળ મારો માણસ છે. એવુ કહી આભવા રોડ થઈ વેસુ આગમ શોપિંગ મોલ પાસે બોલાવ્યો હતો. જયાં મોપેડ પર આવેલા શખ્સે 5 લાખની રકમ વેપારી પાસેથી લઈ છુટા રૂપિયા આપવાની વાત કરી નીકળી ગયો હતો. વેપારીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સૂત્રધાર મોહંમદ નુરેન મોહંમદ ઈરશાદ(45)(રહે,હાલમા સોસા,મરોલી) અને તેનો સાગરિત સુરજ ગ્યાનચંદ્ન ગુપ્તા(24)(રહે, રધુકુળ સોસા, કબીલપોર, નવસારી)ને પકડી પાડયા છે.

અન્ય સમાચારો પણ છે...