તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરાનો પર્દાફાશ:આરોપીએ પોતાના પુતળામાં 60 કિલો રૂ અને રેતી ભરીને વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો હતો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 લાખની ઠગાઈથી બચવા ખુદને જ મારવાનો ખેલ
 • સ્મશાન ઘાટ પર પુતળાને કોવિડની અસર હોવાનું કહી ગેસ પર બાળી દેવાયું હતું

5 લાખની છેતરપિંડીના કેસમાં કોર્ટમાં આગોતરા અરજી કર્યા બાદ કેસમાંથી આબાદ છટકવા માટે જીવતે જીવ ડેથ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરી સમગ્ર કેસ રફેદફે કરવાનો કારસો રચનારો આરોપી કમલ ચંદવાણી આખરે પકડાઈ જતાં તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં લવાયો હતો, જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

4 માણસો પૂતળાને પીપીઇ કીટ પહેરાવીન સ્મશાનગૃહ લઇ ગયા હતા અને ત્યાં જ પુતળું ફેંકીને ડેથ સર્ટિફેકટ મેળવી ઘરે પરત ફર્યા હતા. પૂતળામાં રૂ, રેતી સહિતની કેટલીક વસ્તુઓ નાંખી વજન 60 કિલોથી વધુ કરી દેવાયુ હતું. સ્મશાનઘાટ પર દરેકને એવું કહેવાયું હતું કે આ બોડી (પુતળા)ને કોવિડની અસર છે એટલે કોઇ તેને ટચ ન કરે. પછી બોડી (પુતળા)ને ગેસ પર બાળી દેવાઈ હતી.

7 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયેલી દલીલો
-આરોપીએ ડો. સુહાગ પટેલના લેટર પડ પર ડેથ સર્ટિફેકટ બનાવ્યુ હતું જે હાલ મુંબઇમાં હોવાનું આરોપી કહે છે. -આરોપીએ સ્મશાનભૂમી ઉમરા તથા એસએમસી ઓફિસ ખાતે પોતે સહીઓ કરીને આપેલાં ફોર્મ મેળવવાના બાકી હોય જે ફોર્મ મેળવી આરોપીએ જે સહીઓ કરી છે તેવી જ સહીના આરોપીના સ્વ હસ્તાક્ષરના નમૂના મેળવવાના બાકી છે. - આરોપીએ ડો. સુહાગ પટેલના નામથી રબર સ્ટેમ્પ બનાવ્યા છે જે કોની પાસે બનાવ્યા તેની તપાસ કરવાની છે -નિરજ શુક્લાની ગુનામાં કેટલી સંડોવણી છે એ તપાસ કરવાની છે - મરણ દાખલાનો અન્ય કોઈ સરકારી કચેરીમાં ઉપયોગ કરાયો છે કે કેમ તેની તપાસ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો