દલાલ ઝડપાયો:વ્હાઈટની એન્ટ્રીના બહાને 18 લાખ લઈ ફરાર દલાલ ઝડપાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂત્રધાર સહિત 2 આરોપી હજી ફરાર

ભાગીદારીમાં ધંધો શરૂ કરવામાં ત્રણ મિત્રોએ વ્હાઇટની એન્ટ્રી લેવાના ચક્કરમાં ત્રણ બદમાશો 18 લાખની રોકડ લઈ રફુચક્કર થયા હતા. આ ગુનામાં ઉમરા પોલીસે જમીનદલાલની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ આપ્યા છે. હજુ આ ગુનામાં સૂત્રધાર સહિત 2 ફરાર છે. પકડાયેલા જમીન દલાલનું નામ નિતીન ઉર્ફ સુલતાન ઘુસા માંગુકીયા(27)(રહે,રાધે રેસીડન્સી, અમરોલી,મૂળ રહે,ભાવનગર) છે. 18 લાખની રોકડ બાબતે નીતીનની પોલીસે પૂછપરછ કરતા મિતુલ બલર અને અંકિત રૂપિયા લઈ નાસી ગયા હોવાની વાત કરી હતી. ટૂંકમાં એકબીજા પર મામલો ઘોળી રહયા છે.

મોટા વરાછા માધવ દર્શન સોસાયટીમાં રહેતા 19 વર્ષીય નિલ પરેશ દોંગા તેના મિત્રો સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ ધંધા માટે વ્હાઇટની એન્ટ્રી જોઇતી હતી. આથી નિલના મિત્રએ 18 લાખની રકમ નીતીન માંગુકીયાને લકઝરીયા બિઝનેસ હબમાં આપવા જવાની વાત કરી હતી. આથી 18 લાખની રોકડ બેગમાં મુકી નીલ અને કૃણાલ કારમાં ડુમસ રોડ પર લકઝરીયા બિઝનેસ હબના પાર્કિંગમાં આવ્યા હતા. નીતીને બેંકમાં જઈ આરટીજીએસ કરવાની વાત કરી કારમાંથી 18 લાખની રકમ લઈ અંકિતને આપી હતી. પછી નીતીને નીલ અને તેના મિત્ર સાથે કારમાં બેસી બેંકમાં જવા નીકળી રસ્તામાં બહાના કાઢી નીતીન ઉતરી બાઇક બેસી ભાગી ગયો હતો. આ ઘટનામાં હજી 2 આરોપી ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...