ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે, જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન જૂના પ્લાન્ટને તોડવો પડે છે. આ પ્લાન્ટને તોડવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. જેના ભાગરૂપે 21મીએ 85 મીટર ઉંચાઈના કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. કૈલાશ મેટલના સાઈટ ઇન્ચાર્જ પદ્દમગીરી ગૌસ્વામીએ કહ્યું કે, બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા 40 મિનિટ લાગી શકે છે. જો કે, ટાવર તો માત્ર 10થી 15 સેકન્ડમાં જ કડડભૂસ કરી દેવાશે. 3 મહિના અગાઉ નોઇડામાં પણ આ જ રીતે ડિમોલિશન કરાયું હતું.
1993માં બન્યો હતો આરસીસી કુલિંગ ટાવર
ટાવર 1993માં આરસીસીનો બનાવાયો હતો. જે 2017માં સ્ક્રેપ કરાયો હતો. જમીનના ભાગે 70 મીટર વ્યાસ છે. જેને તોડવા માટે 250 કિલોનો કોમર્શિયલ વિસ્ફોટક વપરાશે. ટાવર તૂટતાં 20થી 25 મિનિટ સુધી હવામાં ધૂળના ગોટા ઉડતા જોવા મળશે.
10 મિનિટ વંટોળિયો સર્જાશે
5-10 મિનિટ માટે વંટોળિયા જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાતી આસપાસના ઘરોના બારી દરવાજા બંધ રાખવા પડશે. આ સિવાય કોઇ મોટી અસર જોવા મળશે નહીં. જેથી અફવા કે ડર ફે ન ફેલાવવા તંત્રએ અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.