તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ઉમરામાં 80 વર્ષનાં વૃદ્ધાએ સાતમાં માળેથી પડતું મુક્યું, કારણ અકબંધ

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મૃતકે ડાયાબિટિસ સહિતની બીમારીઓથી કંટાળી પગલું ભર્યાની શંકા

ઉમરા ગામમાં રતન એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષિય વૃદ્ધાએ સાતમા માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. વૃદ્ધા ડાયાબીટીસથી પીડાતા હતા. વૃદ્ધાએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હાલ જાણી શકાયું નથી. ઉમરા ગામમાં પીજવાની એસ્ટેટમાં બ્રીજરતન એપાર્ટમેન્ટમાં રહેતા નારાયણ આત્મારામ ઝુનઝુનવાલા કાપડનો વેપાર કરે છે. પરિવારમાં તેમની માતા પુર્ણિમાબેન( 80 વર્ષ) પણ છે.

રવિવારે ત્રણેક વાગે પુર્ણિમાબેને સાતમા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. સવારે 6 વાગે સિક્યુરીટી ગાર્ડની નજર ગઈ હતી. નારાયણ આત્મરામ ઝુનઝુનવાલાએ પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાનું કારણ અકબંધ છે. તપાસ કરનાર એએસઆઈ વિપુલ ગોકુલભાઈએ જણાવ્યું હતું કે પુર્ણિમાબેને ડાયાબિટિસ અને અન્ય બિમારીઓ છે. તેથી કંટાળીને કદાચ આત્મહત્યા કરી હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો