સન્માન:લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવતા 8 પ્રજ્ઞાચક્ષુઓનું સન્માન કરાશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજીવકુમાર ઓડિટોરીયમમાં 7મેએ કાર્યક્રમ
  • સુપામાં દ્રષ્ટિહીનો માટે હોસ્પિટલનું નિર્માણ શરૂ

નેત્રહીન હોવા છતાં અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવનાર 8 લોકોનું સુરતના સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા 7મી મેના રોજ સાંજે 8:30 વાગ્યે સંજીવકુમાર ઓડિટોરીયમમાં સન્માન કરાશે. જેમાં હર્ષલ રામચંદાનીનું સન્માન કરાશે. તેઓ 2019થી સંપૂર્ણ દ્રષ્ટિવિહિન છે છતાં મજબૂત મનોબળથી આગળ વધ્યા છે. હાલ તેમની કન્સ્ટ્રક્શન કંપનીમાં 500થી વધુ લોકોનું નેતૃત્વ કરી રહ્યાં છે.

ભાવનગરમાં અંધજન ઉદ્યોગ શાળા ચલાવતા લાભુ સોનાણી દ્રષ્ટિહિન છે છતાં સ્વમાનભેર જિંદગીનો આનંદ માણે છે. જન્મથી જ અંધ ડો. ભાવિન શાહ બોમ્બે વિક્ટોરિયા મેમોરીયલથી અભ્યાસ કર્યો છે. ફિઝિયોથેરાપીસ્ટની તાલીમ લઈને આજે અનેક દર્દીઓના દર્દ દૂર કરી રહ્યા છે. કંચનમાલા પાંડેએ આંતરરાષ્ટ્રીય સ્તરે પેરાસ્વિમિંગમાં રાજ્યથી લઈને આંતરાષ્ટ્રીય લેવલે 121 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

નિશિથ મહેતા ભાવનગરમાં માઈક્રો સાઈન ઈન્ડસ્ટ્રીના ફાઉન્ડર અને સીઈઓ છે. તેઓ દિવ્યાંગ લોકોને રોજગારી આપે છે. આનંદ ચોખાવાલા સુરતની અંધજન શાળામાં વર્ષેથી સેવા આપે છે. 82 વર્ષની ઉંમરે અંધ વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યાં છે. દિપેશ સુતરિયા ડિસેબલ લોકોને રોજગારી આપી રહ્યા છે તેવી જ રીતે શિક્ષક વિવેક ટેલરે લોકોના જીવનમાં ખુશી ફેલાવતા આ તમામનું સન્માન કરાશે.

80 ટકા લોકોની દ્રષ્ટિ ફરી આવી શકે તેમ છે
ડો. ભાવિન શાહે કહ્યું કે, દેશમાં 4 કરોડથી વધારે અંધ લોકો છે, પ્રોપર ગાઈડન્સ અને માર્ગદર્શન મળે તો 80 ટકા લોકોની દ્રષ્ટી ફરી આવી શકે તેમ છે, આવા લોકોને દ્રષ્ટી આપવા અથવા જેમની દ્રષ્ટી ચાલી ગઈ છે તેમને આત્મનિર્ભર કરવા માટે અમે સુરતથી 54 કિલોમીટર દૂર સુપા ગામમાં હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...