તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:52 હેલ્થ સેન્ટરમાં 14 લાખ વેક્સિનના ડોઝ રહી શકશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાન્યુઆરીના પહેલા વિકમાં રસીકરણની શક્યતા

આગામી દિવસમાં શરૂ થનાર કોરોના રસીકરણ અભિયાનને લઇ સુરત મહાનગર પાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત મહાનગર પાલિકાના 52 અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજે 14 લાખ વેક્સિનના ડોઝ સંગ્રહ કરવાની કોલ્ડ સ્ટોરેજ કેપેસીટી છે. અડાજણ હેલ્થ સેન્ટરમાં 1235 લીટર જ્યારે શહેરના અન્ય હેલ્થ સેન્ટરોમાં 5760 મળી કુલ 7 હજાર લીટર વેક્સિન સંગ્રહ કરવાની ક્ષમતા છે. જે રીતે રાજ્યભરમાં વેક્સિનને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે તે જોતાં જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા વીકમાં રસીકરણ અભિયાન શરૂ થાય તેવી શક્યતા છે. કોરોના વેક્સિનની તૈયારી વચ્ચે સોમવારે મેયર સહિતનાએ અડાજણ હેલ્થ સેન્ટરની મુલાકાત લઇ વેક્સિન સંગ્રહ કરવાના ડીપ ફ્રિઝનું નિરીક્ષણ કર્યું હતું.

સ્કૂલોમાં વેક્સિન વિતરણ સેન્ટરો શરૂ કરાશે
શિક્ષણ સમિતિની 340 સ્કૂલો છે. જ્યારે અંદાજે 800થી વધુ ખાનગી શાળા આવેલી છે. જેથી લોકો સુધી ઝડપથી વેક્સિન પહોંચી શકે તે માટે સરકારી અને ખાનગી શાળાના કેમ્પસનો ઉપયોગ કરાશે. ઓરી-રૂબેલા રસીકરણ વખતે મોટાભાગના બાળકોને જે તે સ્કૂલમાં જ રસી મુકવામાં આવી હતી. જેથી ઝડપથી રસીકરણ અભિયાન પૂર્ણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો