મેટ્રો રેલના ભેંસાણ-સરોલીના રૂટમાં નડતરરૂપ અઠવા ચોપાટી પાસેનું પાલિકાનો પ્રથમ સ્વિમીંગ પુલ તોડી પડાશે. જેથી વિરોધનો સૂર ઉઠ્યો છે. 50 વર્ષ અગાઉ આ સ્વિમીંગ પુલ બનાવવા દાન આપનાર પૂજ્ય શ્રીમોટા હરિઓમ આશ્રમ પ્રેરિત સંસ્થાએ ડિમોલીશન અટકાવવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને પાલિકાને રજૂઆત કરી છે.
મેટ્રો કોર્પોરેશને જાન્યુઆરીમાં આ સ્વિમીંગપુલવાળી 1906 ચોરસમીટર જમીન પાલિકા પાસે માંગી હતી. જે સુરત મહાનગર પાલિકાએ ફાળવી દીધી છે. સંભવત: સુરતનો પ્રથમ સ્વિમિંગ પુલ માર્ચના અંતમાં તોડવામાં આવશે. મેટ્રોના રૂટમાં સ્વિમીંગ પુલને સંપૂર્ણ નુકસાન થશે.
ભર ઉનાળે સ્વિમીંગ પુલનું ડિમોલીશન થનાર હોય દર વર્ષે સ્વિમીંગ શીખવા આવતા હજારો ભૂલકાઓને હાલાકી ભોગવવી પડશે. નોંધનીય છે કે, આ જગ્યા પર મેટ્રો રેલ ગોડાઉન માટે ઉપયોગમાં લેવાશે. જેથી આ કામ માટે અન્ય જગ્યા ફાળવવાની તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે. આ અંગે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, મેટ્રોના કામમાં સ્વિમીંગ પુલ આખું જશે. મેટ્રો રેલ કોર્પોરેશનને જગ્યાનો કબ્જો સોંપવામાં દેવામાં આવ્યો છે.
1967માં મોટા આશ્રમે 2.20 લાખનું દાન આપ્યું હતું
વર્ષ 1967માં સુરત શહેરમાં ચોપાટી ખાતે પ્રથમ સ્વિમીંગ પુલ સાકાર કરવા પૂજ્ય શ્રી મોટા હરિઓમ આશ્રમ તરફથી 2.20 લાખનું દાન આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.