બેઠક:યુનિવર્સિટીના 5 વર્ષના વિકાસના કામ રૂષાને મોકલવા પડશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિ કામોનો રિપોર્ટ તૈયાર કરવા બેઠક
  • જુદી જુદી કમિટી બનાવી કામગીરી કરાશે

વીર નર્મદ યુનિવર્સિટીએ આગામી 5 વર્ષમાં થનારા વિકાસમાં કામો માટેનો રિપોર્ટ તૈયાર કરવા સોમવારે કુલપતિની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. યુનિવર્સિટીએ 6 ફેબ્રુઆરી સુધીમાં રૂષા (રાષ્ટ્રિય ઉચ્ચ શિક્ષણ અભિયાન)ને રિપોર્ટ મોકલવો પડશે.રૂષાએ ગુજરાતની યુનિવર્સિટીઓને પત્ર લખીને 5 વર્ષ માટેના વિકાસના ડીપીઆર મંગાવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત માળખાકીય મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની સુવિધા વધારવા નવા બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટેના પ્લાન માંગવ્યા છે.

યુજીસીની ગાઇડ લાઇન પ્રમાણે આઇડીપી-ઇન્સ્ટિટ્યૂશન ડેવલોપમેન્ટ પ્લાન્ટ અને ડીઆરપી-ડેટેલિડે પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે. કુલસચિવ રમેશદાન ગઠવીએ જણાવ્યું કે, કુલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાંધકામ-અન્ય સુવિધા ઉભી કરવાના ડિપીઆર માટે અલગ અલગ કમિટી બનાવાઈ છે. જે વિદ્યાર્થીઓની સુવિધાને લઇને રિપોર્ટ તૈયાર કરશે. ફાઇનલ રિપોર્ટ રૂષાને મોકલી આપવામાં આવેશે.

અન્ય સમાચારો પણ છે...