આવદેન:મોચી ચાલમાં અસરગ્રસ્ત 44 પરિવારે વૈકલ્પિક આવાસ ફાળવવા માંગ કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટ્રોની કામગીરી માટે ડિમોલિશન કરાયું, કલેકટરને આવદેન
  • 4 દિવસમાં કુલ 70 જેટલા મકાન-દુકાન જમીનદોસ્ત કરાયાં

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને નડતર બનેલી મોચી ચાલને તોડી પાડવામાં આવતા અસરગ્રસ્તો વૈકલ્પિક આવાસ ફાળવવાની માંગણી સાથે કલેક્ટર ઓફીસ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ડિમોલિશનની પ્રક્રિયાના 4 દિવસમાં 70 જેટલા મકાન અને દુકાન જમીનદોસ્ત કરાઈ છે. અરજદારોએ કહ્યું હતું કે સિનિયર સિટીઝન અને તેમની સાથે અન્ય લગભગ ૪૪ જેટલા પરિવારો ટાવર રોડ, મોચીની ચાલ ખાતે પેઢીઓથી પોતપોતાના પરિવાર સાથે રહેતા હતા.

જ્યાં તેમના રહેણાંક મકાન અને દુકાન ધરાવતા હતા. 10 તારીખે ડિમોલિશન કરીને તમામ પરિવારને રસ્તે રઝળતા કર્યા છે. મેટ્રો નિર્માણના ચાલી રહેલા કામનો ભોગ એક બાળક પણ બન્યું છે ત્યારે કોંગ્રેસના પૂર્વ નગર સેવકે પણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ના જનરલ મેનેજરને રજુઆત કરી ઇજારદારને બ્લેક લિસ્ટ કરવા માંગ કરી હતી.અને બાળકના પરિવારને આર્થિક સહાય કરવા પણ માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...