તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સુરત આવતી 40 ટ્રેનને અલગ માર્ગ મળતા સાત કલાક બચશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જલગાંવ-ભુસાવળ વચ્ચે ત્રીજી લાઈન શરૂ

ઉધનાથી જલગાંવ વચ્ચે 306 કિલોમીટરની લાઇનનું કામ પૂરુ થઇ ચૂક્યું છે. જેના કારણે ટ્રેનોની ગતિમાં વધારો થયો છે પરંતુ હજુ પણ સુરત તરફ આવવાવાળી તાપ્તી લાઇનની ટ્રેનો મોડી પડી રહી હતી. હવે આ સમસ્યા ઉકેલાઇ જશે. કારણકે જલગાંવથી ભુસાવળ વચ્ચે 35 કિમી થર્ડ-ફોર્થ લાઇનનું કમિશન ઓફ રેલવે સેફ્ટી(સીઆરએસ)નું કામ પૂરૂ કરી લેવામાં આવ્યું છે અને તેને મંજૂરી પણ મળી ચૂકી છે. જેનાથી સુરત તરફ આવવાવાળી 40 ટ્રેનોને જલગાંવથી અલગ માર્ગ મળશે. તાપ્તીલાઇન અને જલગાંવ-મુંબઇ મેઇન લાઇનની ટ્રેનોના જલગાંવ પાસે 6થી 7 કલાક વેડફાતા હતા.

બાંદ્રા-દાનાપુર સહિત 3 ટ્રેનોના ફેરા વધ્યા
પ.રેલવેએ 3 ટ્રેનોના ફેરા વધાર્યા છે. મુંબઇ સેન્ટ્રલ-ભાગલપુર સ્પેશિયલ હવે 13 જૂનથી, ભાગલપુર-મુંબઇ સેન્ટ્રલ 15 જૂનથી અને મુંબઇ સેન્ટ્રલ-ભાગલપુર સ્પેશિયલ 16 જૂનથી, ભાગલપુર-મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલ 19 જૂનથી, બાંદ્રા ટર્મિનસ-દાનાપુર સ્પેશિયલ 15 જૂનથી અને દાનાપુર-વડોદરા સ્પેશિયલ હવે 17 જૂનના દિવસે પણ ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...