સમસ્યા:ઇ-નગર પોર્ટલ પર 28 દિવસમાં મંજૂરી આપવાનો છેદ ઊડી ગયો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરની મંજૂરી ન મળતા મહિનામાં કુલ 700થી વધુ ફાઇલો અટકી
  • કમિશનર આગામી સપ્તાહે​​​​​​​ સ્પેનમાં સ્માર્ટ સિટીની કોન્ફરન્સમાં જશે

ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (ઓડીપીએસ) વિકાસ પરવાનગી ઝડપી બનાવવા 28 દિવસમાં પ્લાનને મંજૂરી આપવાના નિયમનો સુરત પાલિકામાં છેદ ઉડી ગયો છે. ઇ-નગર પોર્ટલ પર 700થી વધુ વિકાસ પરવાનગી માટે પ્લાન અપલોડ કરી ફાઇલો મંજૂરી માટે પડી છે પરંતુ હજી સુધી ફાઇનલ માટે કમિશનરે મિટિંગ જ લીધી નથી. ત્રણ ટેબલ ફાઇલ મંજૂરીને આખરી સત્તા શહેર વિકાસ અધિકારી હસ્તક દર્શાવાઇ છે પરંતુ પાલિકામાં સત્તા કમિશનર હસ્તક જ છે.

કમિશનર શાલિની અગ્રવાલને પણ ચાર્જ સંભાળ્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતાં શહેર વિકાસની મિટિંગ ન થતા આર્કિટેક્ટ-બિલ્ડર લોબી મીટિંગ કરવા માંગ કરી રહી છે. પાલિકા કમિશનર આગામી વિકમાં સ્માર્ટ સિટીની કોન્ફરન્સમાં સ્પેન જનાર હોય મિટિંગ વધુ લંબાઇ જાય તેમ છે. પ્લાન પ્રમાણે સાઇટ કે પ્લોટ છે કેમ અને નિયમ પ્રમાણે ચકાસણી અંગે ઓફલાઇન મંજૂરીમાં પણ વધુ સમય લાગી રહ્યો છે.

આર્કિટેક્ટો-બિલ્ડર એસો.એ મીટિંગની માગણી ઊઠાવી
ઇ-નગર ઉપર દૈનિક 20થી 30 અરજીઓ આવી રહી છે. છેલ્લા મહિનામાં 700થી વધુ ફાઇલો મંજૂરીમાં પડી છે. પરંતુ પાલિકા કમિશનરની મિટિંગના થવાથી આર્કિટેક્ટ-બિલ્ડરોમાં માંગ ઉઠી છે.

ઓનલાઇન મંજૂરીને ઝડપી કરવા સરકારે તાકીદ કરી હતી
અગાઉ શહેર વિકાસ શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સુરત પાલિકાને ઓનલાઇન મંજૂરી ઝડપી કરવા તાકીદ કરાઇ હતી. ત્યાર બાદ પણ હજી પરિસ્થિતિ જૈસે થૈ જ
રહી છે.

અન્ય સમાચારો પણ છે...