રેર ટ્યુમરની સફળ સર્જરી:સુરતમાં 27 વર્ષના યુવકના મગજની વચ્ચે થયેલી ત્રણ સેમીની ટ્યુમરની સફળ સર્જરી કરાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દી સ્વસ્થ થતા શનિવારના રોજ તેને રજા આપવામાં આવી હતી. - Divya Bhaskar
દર્દી સ્વસ્થ થતા શનિવારના રોજ તેને રજા આપવામાં આવી હતી.
  • ઇન્ટ્રાવેન્ટ્રિ ક્યુલર હોવાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકતું હતું

ડિંડોલીમાં રહેતા 27 વર્ષીય યુવકને મગજના ભાગે ઉંડાણમાં થયેલા ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર ટ્યૂમરની સફળ સર્જરી કરવામાં આવી હતી.ખાનગી હોસ્પિટલે સર્જરી બાદ યુવકના મગજમાંથી 3 સેમીનું ટ્યુમર દૂર કર્યું હતું. યુવક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર રેર ટ્યૂમરને મગજની વચ્ચોવચ ફસાયેલી ગાંઠ કહેવાય છે.ડિંડોલીમાં રહેતા હિતેન્દ્રભાઈ નિકાળજે (27)ને 20 દિવસ પહેલા ચક્કર આવ્યા બાદ ઉલટી થઈ હતી. એમનું અડધું માથું પણ દુખતું હતું. ફેમિલી ડોક્ટરને ત્યાં બે દિવસ દાખલ રહ્યા બાદ MRI કરાવતા મગજમાં ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર ટ્યુમર હોવાનું નિદાન થયું હતું.

પરિવારે 7થી 8 ન્યૂરોસર્જનને બતાવ્યું પણ કોઈ રિસ્ક લેવા તૈયાર ન હતું. ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ઓપરેશન બાદ દર્દી બોલતું બંધ થઈ શકે, એક સાઈડ લકવો કે પછી ઓપરેશન દરમિયાન દર્દીનું મોત પણ થઈ શકે છે. ત્યારબાદ એક પરિચિતના કહેવાથી ન્યૂરોસર્જન ડો. જીગર શાહને બતાવ્યું હતું. 15 દિવસ પહેલા દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સર્જરી કરાઈ હતી. દર્દીને વેન્ટિલેટર ઉપર પણ રાખવાની ફરજ પડી હતી. કોરોના પીક પર હોવાથી વેન્ટિલેટરની અછત પણ હતી. સફળ સર્જરી બાદ દર્દી સ્વસ્થ થતા શનિવારે તેને રજા આપવામાં આવી હતી.

તપાસ માટે ટ્યુમર મુંબઈમાં મોકલ્યું છે
ન્યૂરોસર્જન ડો. જીગર શાહે જણાવ્યું હતું કે, દર્દીને મગજમાં ઊંડું અને વાસ્ક્યુલર ઝેરી ટાઈપનું ટ્યૂમર હતું. જેને ક્રેનોટોમી કરી માઇક્રોસ્કોપીથી સર્જરી કરી 100% ટ્યૂમર કાઢી નાખ્યું છે. તપાસ માટે ટ્યુમરનું સેમ્પલ મુંબઇની હોસ્પિટલમાં મોકલ્યું છે.

7થી 8 ન્યુરોસર્જને ના પાડી દીધી હતી
અમે 7થી 8 ન્યુરોસર્જન પાસે લઈ ગયા હતા. પણ કોઈ રિસ્ક લેવા માંગતું ન હતું. ડો. જીગર શાહે ખાતરી આપ્યા બાદ ઓપરેશન કરાવ્યું હતું. હવે મારા ભાઈની તબિયત સારી છે. - રાહુલ નિકાળજે, દર્દીના મોટાભાઈ

અન્ય સમાચારો પણ છે...