નિરીક્ષણ:રેલવેએ તૈયાર કરેલા 25 કોચનો ઉપયોગ આઇસોલેશન માટે થશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોચનું મનપાના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું

કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ રેલવે દ્વારા 5000 કોચને આઇસોલેશન કોચમાં ફેરવવામાં આવ્યા હતા.જે પૈકી 25 કોચ પશ્ચિમ રેલવે દ્વારા તૈયાર કરાયા છે. એપ્રિલથી બનીને તૈયાર થયેલા આ કોચનો ઉપયોગ શરૂ કરવા જિલ્લા કલેકટર અને રેલવેના અધિકારીઓને ઝેડ.આર.યુ.સી.સી. સભ્ય રાકેશ શાહે રજૂઆત કરી હતી.આખરે શુક્રવારે મનપાના અધિકારીઓએ આ કોચની ચકાસણી કરી હતી અને સુવિધાઓ બાબતે માહિતી લીધી હતી. સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે આવનારા અઠવાડિયાથી આ કોચ કરાશે.

અન્ય સમાચારો પણ છે...