તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The 17 year old Footballer From Varachha Was Trapped By His Family For Not Allowing Him To Go To Delhi To Play A Match Due To Corona.

આપઘાત:સુરતમાં વરાછાના 17 વર્ષના ફૂટબોલરને કોરોનાને લીધે પરિવારે મેચ રમવા દિલ્હી ન જવા દેતા ફાંસો ખાધો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે દિવસ પહેલા દોરડું તૂટી જતા દુપટ્ટાથી કસરત કરતો હતો, અકસ્માતે ફાંસો લાગ્યો : પરિવાર
  • દુપટ્ટો પંખા સાથે બાંધેલો નહતો, પોલીસ ઘરે પહોંચી ત્યારે લાશ નીચે ઉતારી લેવાઈ હતી

મોટાવરાછામાં રહેતા 17 વર્ષિય ફૂટબોલ પ્લેયરને પરિવારજનોે દિલ્હી ખાતે મેચ રમવા ન જવા દેતાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારજનો કહે છે કે તે આવું ન કરી શકે. બે દિવસથી તેનો કસરત કરવાનો દોરડો તૂટી ગયો હતો. દુપટ્ટાથી તે કસરત કરતો હતો અને અકસ્માતે તેને ફાંસો લાગ્યો હોઈ શકે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મોટાવરાછામાં આવેલા સુદામા ચોક નજીક પુલહિલ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ ઢાંકેચા જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને સંતાનમાં 17 વર્ષિય સની નામનો પુત્ર છે. સની એસપાયર સ્કુલમાં ધોરણ-12માં અભ્યાસ કરી રહ્યો હતો. સાથે પોતે એક ફૂટબોલ પ્લેયર પણ હતો. તેને દિલ્હીમાં પોતાના સિનિયર સાથે ફૂટબોલ મેચ રમવા માટે જવું હતું. આ બાબતે તેણે પરિવારને જાણ કરી પરવાનગી માગી હતી. પરંતુ હાલમાં કોરોનાની મહામારીના કારણે પરિવારે દિલ્હી જવા માટે ના પાડતા માઠુ લાગી આવ્યું હતું. જેથી સનીએ શનિવારે સાંજના સમયે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સની ક્યારેય પણ આવું પગલું ન ભરે : પરિવારજનો
પીએસઆઇ એચ.વી.ચૌધરીએ જણાવ્યું કે સનીને પરિવારજનોે દિલ્હી મેચ રમવા જવાની ના પાડતા તેણે આપઘાત કર્યો હતો. બીજીતરફ, પરિવારજનો કહે છે કે, તેને માઠું લાગ્યું હતું. પણ બે દિવસથી તેનો કસરત કરવાનો દરોડો તૂટી જતાં તે દુપટ્ટાથી કસરત કરતો હતો. જ્યારે તેની લાશ મળી ત્યારે દુપટ્ટો પંખામાં ભેરવાયેલો હતો એટલે અકસ્માતે ફાંસો લાગ્યાની શંકા છે.

ઘટના સ્થળ જોઇને પોલીસ પણ મૂંઝવણમાં
પરિવારજનો કહે છે કે સની આવુ કોઈ દિવસ ન કરી શકે, તો બીજી તરફ એવી પણ આશંકા છે કે સગીર ડેઇલી દોરી કૂદવાની કસરત કરતો હતો. બે દિવસ પહેલા દોરી તૂટી ગઈ હતી. જેથી દુપટ્ટો વડે કૂદવાની કસરત કરવામાં કદાચ પંખામાં દુપટ્ટો ફેરવાઇ ગયો હોય અને જેના કારણે ફાંસો લાગી ગયો હોઈ શકે. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તેમાં ગળે ફાંસો લાગવાથી મોત થયાનું તારણ તબીબોએ જણાવ્યું હતું.

સગીર રોજ સાંજે 7 થી 8 કસરત કરતો હતો
17 વર્ષીય ફૂટબોલ પ્લેયરે રોજ સાંજે 7 થી 8 કસરત કરતો હતો. કસરત કરતી વેળા ટેપ વગાડતો હતો. લગભગ એકાદ કલાક પછી સગીર બહાર ન આવતા માતા રૂમમાં જોવા ગઈ તો પુત્ર પંખામાં લટકેલો હતો.

અન્ય સમાચારો પણ છે...