તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ખુલ્યો:16 વર્ષની પ્રેમિકાના મોજશોખ પૂરા કરવા હીરાની ચોરી કરી હતી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારખાનામાંથી 7.70 લાખના હીરાની ચોરીનો ભેદ ખુલ્યો
  • 50 દિવસ પહેલા 16 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું

વરાછામાં મિની બજાર ખાતે હીરાના કારખાનામાંથી 30મી મેના રોજ 7.70 લાખ રૂપિયાની કિંમતના હીરા ચોરાઈ ગયા હતા. તેની ફરિયાદીએ ફરિયાદ કરી ન હતી તેજ રાત્રે પોલીસે કિશોરીના અપહરણના ગુનામાં એક આરોપીને પકડ્યો હતો. પોલીસને બીજા દિવસે ખબર પડી કિશોરીનું અપહરણ કરનાર યુવકે જ હીરા ચોરી કર્યા છે. પોલીસે જણાવ્યા અનુસાર, વરાછા પોલીસે 30મેના રોજ રાત્રે માતૃશક્તિ સોસાયટી પાસેથી હિરલ શિરોયા નામના યુવકને પકડ્યો હતો. હિરલ વિરુદ્ધ વરાછા પોલીસમાં 50 દિવસ પહેલા 16 વર્ષીય કિશોરીનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરવાનો ગુનો નોંધાયો હતો.

પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. ત્યારે 31મી તારીખે સવારે નિશાંત કાંતીભાઈ લાઠિયા ( રહે. રૂષિકેશ એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા)એ વરાછા પોલીસમાં ચોરીની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. એમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 30મી તારીખે બપોરે ચાર વાગ્યે તેમના હીરાના ખાતામાંથી 7.70 લાખ રૂપિયાના હીરા ચોરી થઈ ગયા હતા. તેમનું ખાતું વરાછા મિનિબજારમાં આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સમાં છે. એમણે જણાવ્યું હતું કે, ચોરે મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને એના જમણા હાથે પંજા પર ટેટુ હતું.

પોલીસે આરોપી પાસેથી હીરા કબજે લીધાં
હીરા કારખાનેદારે કહ્યું હતું કે, મને શંકા છે કે ચોરી કરનાર મારે ત્યાં બે મહિના પહેલા નોકરી કરનાર હિરલ શિરોયા( રહે. માતૃશક્તિ સેસાયટી, કાપોદ્રા) હોઈ શકે છે. દોઢેક મહિના પહેલા હિરલની તપાસ માટે પોલીસ મારા ખાતા પર આવતી હતી. પોલીસને શંકા જતા અપહરણ કેસમાં લાવેલા હિરલની હીરાની ચોરી વિશે પુછપરછ શરૂ કરતા તેણે હીરા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે હિરલ પાસેથી ચોરીના હીરા કબજે કર્યા છે. હિરલે જણાવ્યું હતું કે, હાલ તેની પાસે કોઈ કામ નથી. પોતાની અને પ્રેમિકાની જરૂરિયાત તથા શોખ પુરા કરવા માટે ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...