તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The 13 year old Son, Who Was Frightened To Hear The Doctor's Parents Talking About Corona's Case Against His Son, Was Left Alone.

બાળકોની માનસિક સ્થિતિ અસર:સુરતમાં 13 વર્ષના દીકરા સામે ડોક્ટર માતા-પિતા કોરોના કહેરની વાતો કરતાં હતાં, ત્યારે વાતો સાંભળીને ડરી ગયેલો પુત્ર એકલો રહેવા લાગ્યો

સુરત4 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • માતા-પિતાએ સાઇકિયાટ્રિકની મદદ લીધી, ક્રિકેટ સહિતની ગેમ રમાડી તણાવ દૂર કર્યો
  • બાળકોને સાઇકોથેરપી આપી નેગેટિવ વિચારોમાંથી બહાર લાવવાના પ્રયાસો કરાયા

કોરોનાથી સગાં-સંંબંધીઓ તેમજ નજીકના લોકોનાં મોતના સમાચાર સાંભળીને બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે, જેથી તેમને પણ મનોચિકિત્સકની જરૂર પડે છે. સાઇકોલોજિસ્ટ પાસે એવા ઘણા કેસ આવી રહ્યા છે, જેમાં બાળકો રાત્રે ડરીને જાગી જાય છે અથવા તો તેમને માતા-પિતા ગુમાવી દેવાનો ભય સતાવે છે. એક કિસ્સામાં તો માતા-પિતા ડોક્ટર હોવાથી તેઓ ઘરે કોરોના કહેરની વાતો કરતાં, એ વાતો સાંભળી 13 વર્ષનો પુત્ર ડરને કારણે એકલો રહેવા લાગ્યો હતો. મનોચિકિત્સક પાસે આવેલા આવા જ કિસ્સાઓ દિવ્ય ભાસ્કરે જાણ્યા હતા.

કિસ્સો-1ઃ પિતા ગુમાવ્યા પછી બાળકને ડર છે કે માતા પણ તેને છોડી ચાલી જશે
ડો. ઉર્વેશ ચૌહાણે જણાવ્યું હતું કે 16 વર્ષના બાળકે કોરોનાથી પિતા ગુમાવ્યા, માતા પણ વેન્ટિલેટર પર હતી. જેથી તે બાળક દાદાને કહેતો કે ‘મમ્મી હોસ્પિટલમાં છે, તે સારી થઇને આવશે કે નહીં ?’

સારવાર આ રીતે આપી
બાળકનું ત્રણ સેશનમાં કાઉન્સિલિંગ કરાયું હતું, જેમાં તેને માનસિક રીતે તૈયાર કરી નેગેટિવ વિચારોમાંથી બહાર લાવવા પ્રયાસ કર્યા.

કિસ્સો-2ઃ શરૂઆતમાં બાળક ઘરના દરેક સભ્યનું ઓક્સિજન ચેક કરતો
ડો. હિતેશ અંગાન જણાવ્યું હતું કે ‘13 વર્ષના બાળકનાં માતા-પિતા તબીબ હોવાથી ઘરે કોરોનાથી વાત થતી. જેથી તે દરેકનું તાપમાન-ઓક્સિજન ચેક કરતો, વાત કરવાનું છોડી એકલો રહેવા લાગ્યો.’

સારવાર આ રીતે આપી
​​​​​​​ પહેલા તો માતા-પિતાને બાળક સામે કોરોનાની વાત કરવાની ના પાડી અને ક્રિકેટ સહિતની ફિઝિકલ એક્ટિવિટી કરાવવા જણાવ્યું હતું.

કિસ્સો-3ઃ દાદા-પિતાના મોત બાદ હું પણ મરી જઇશ એવો ડર બાળકમાં ફેલાયો
​​​​​​​ડો. ભાવેશ કંઠારિયાએ જણાવ્યું હતું કે 15 વર્ષના બાળકના દાદાનું કોરોનાથી અવસાન થયા બાદ પિતાનું પણ મૃત્યુ થયું, જેથી બાળકના મનમાં ડર ફેલાયો કે કોરોનાથી તે પણ મરી જશે અને સતત ચિંતામાં રહેતો.

સારવાર આ રીતે આપી
​​​​​​​ બાળકને સાઇકોથેરપી સાથે દવા આપવી પડી હતી. જો આપણે ધ્યાન રાખીશું તો કંઇ નહીં થાય, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...