તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહેશ્વરી ભવનનો 13 વર્ષ જૂનો મેનેજર બુકિંગના નામે 74 લાખના ગોટાળા કરી છૂ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
માહેશ્વરી ભવનના મેનેજર દ્વારા ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
માહેશ્વરી ભવનના મેનેજર દ્વારા ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે(ફાઈલ તસવીર)

સિટીલાઇટમાં આવેલા માહેશ્વરી ભવનના મેનેજર મનોહર શર્માએ 74.16 લાખની ઉચાપત કરતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. જેમાં માહેશ્વરી ભવનના મંત્રી સત્યનારાયણ દરગડે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે મેનેજર મનોહરકુમાર કેશરદેવ શર્માની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. મનોહર શર્માની 2007માં મેનેજર તરીકે નિમણુંક કરાઇ હતી. તે વખતથી મેનેજર કમ એકાઉન્ટન્ટ તેમજ બેંકના કામો ઉપરાંત ભવનનું બુકિંગ અને બિલિંગ સહિતના કામો સંભાળતો હતો. ડિસેમ્બર-19માં સમિતિના સભ્યોએ મેનેજર મનોહરને હિસાબ બાબતે જીએસટી-ટીડીએસનું સ્ટેટસ શું છે એવુ પૂછતાં મેનેજરે પેમેન્ટ ભરવાનું બાકી હોવાનું કહ્યું હતું.

ઉચાપત બાદ મેનેજરે પ્લોટનો દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપી હતી
લાખોની ઉચાપત કર્યા પછી મેનેજરે સમિતિના સભ્યોને વતનમાં પ્લોટનો દસ્તાવેજ કરી આપવાની વાત કરી લોકડાઉનમાં કારણે બધુ બંધ હોવાનું બહાનું કાઢ્યું હતું. હજુ 2007થી 2016 સુધીના હિસાબ ચેક કરવાનો બાકી છે. જેથી મેનેજરનો ઉચાપતનો આંક કરોડમાં પણ જાય શકે છે.

1 કર્મીના ખાતામાં 12.40 લાખ જમા થતા ભોપાળું ખુલ્યું
મેનેજર મનોહર શર્માને જ્યારે જીએસટી સંબંધિત બાબતો વિશે પૂછપરછ કરાઇ ત્યારે અન્ય કર્મચારી ઉમેશ ધુતના ખાતામાં 52 લાખ જમા થયાનું પણ સામે આવ્યું હતું. જેથી સમિતિના સભ્યોએ ઉમેશના ખાતાના 52 લાખનો હિસાબ માંગ્યો હતો. ઉમેશ 4-5 દિવસ પછી આવી 39.60 લાખના હિસાબો આપવાની વાત કરી હતી. જયારે ખાતામાં 12.40 લાખની 3 ખોટી એન્ટ્રી પાડેલી હતી. આ એન્ટ્રીઓ મેનેજરે પાડેલી હોવાની વાત જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...