વૈભવ ત્યાગી સંયમનો માર્ગ:સુરતના કરોડપતિ હીરા વેપારીની 12 વર્ષની દીકરી લક્ઝુરિયસ લાઈફ છોડી દીક્ષા ગ્રહણ કરશે, ફરવાની શોખીન આન્સી નાની ઉંમરથી વિહાર કરશે

સુરત2 મહિનો પહેલા
આન્સી શાહે માત્ર ધોરણ 4 સુધીનો જ અભ્યાસ કર્યો છે.
  • પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબ દ્વારા 400મી દીક્ષા આપવાની અનોખી સિદ્ધિ

જૈન સમાજમાં વૈભવી જીવન ત્યાગીના સંયમી જીવન જીવવાનું સામાન્ય બની ગયું છે. મોટેરાથી લઈને નાના બાળકોમાં પણ સંયમનો માર્ગ અપનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જૈન લોકો સાંસારિક જીવનને ત્યાગ કરી આધ્યાત્મના માર્ગે જીવન પસાર કરવા માટે નિર્ણય લેતા હોય છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં રહેતા દીપકભાઇ શાહ પોતે હીરા વેપારી છે. તેમની દીકરી આન્સી માત્ર 12 વર્ષની છે. નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે દીક્ષા ગ્રહણ કરશે.

આન્સીએ માત્ર 12 વર્ષની ઉંમરમાં હજારો મંત્ર યાદ કરી લીધા છે
આન્સીએ માત્ર 12 વર્ષની ઉંમરમાં હજારો મંત્ર યાદ કરી લીધા છે

આન્સી ફરવાની શોખીન
આન્સી શાહ હરવા ફરવાની ખૂબ જ શોખીન છે. તેણે માત્ર ધોરણ 4 સુધીનો જ અભ્યાસ કર્યો છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, તે સંસ્કૃતનું વાંચન ખૂબ જ સારી રીતે કરી શકે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં તેણે હજારો મંત્ર યાદ કરી લીધા છે. નાનપણથી જ ખૂબ જ આધ્યાત્મિક વિચારોથી વરેલી હતી. બાળપણમાં તેણે સૌથી વધુ કોઈ શોખ હોય તે અલગ અલગ જગ્યા ઉપર વિચરણ કરવાનું હતું. પરિવાર સાથે તે હંમેશા નવા નવા સ્થળે ફરવા જવાનું પસંદ કરતી હતી.

આન્સી પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે
આન્સી પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે

નાની ઉંમરે ઉગ્ર તપ કર્યા
આન્સી શાહ જૈન ધર્મના ઉગ્ર તપ નાની ઉંમરે ખૂબ જ દ્રઢ સંકલ્પ સાથે કરતી. માત્ર છ વર્ષની ઉંમરે અઠ્ઠાઈના 8 ઉપવાસ કર્યા, 7 વર્ષની વયે 16 ઉપવાસ, 9 વર્ષની વયે માસ ક્ષમણનું આકરું તપ 30 દિવસ સુધી કર્યું હતું. નાની વયે જે રીતે તે એક બાદ એક તપ કરતી હતી. તેને જોતા પરિવારના લોકો પણ સમજી ગયા હતા કે, તે આવનાર દિવસોમાં દીક્ષાની ઈચ્છા વ્યક્ત કરશે. આખરે આન્સીએ તેના માતા-પિતા અને મહારાજ સાહેબને પોતે દીક્ષા લેવાની માંગે છે. તેવી વાત કરી હતી. સૌ કોઈ હર્ષ સાથે આન્સીની આ વાત સ્વીકારી લીધી.

આન્સી નાનપણથી જ ખૂબ જ આધ્યાત્મિક વિચારોથી વરેલી હતી
આન્સી નાનપણથી જ ખૂબ જ આધ્યાત્મિક વિચારોથી વરેલી હતી

ટીવી પણ જોતી હતી
દીપકભાઈ શાહે જણાવ્યું કે, આન્સી બાળપણથી ખૂબ જ ધાર્મિક હતી. તેને હરવા ફરવાનો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોવાનો સૌથી વધુ શોખ હતો. તે સીરિયલના તમામ કલાકારો અને તે ખૂબ જ મોટી ચાહક હતી. પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે. અમારા માટે ખૂબ જ મોટી ગૌરવની ક્ષણ હશે. પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા થવા જઈ રહી છે. તેને અમે સહુ ધન્યતા અનુભવી રહ્યા છે. આન્સી સંયમના માર્ગ પર ખૂબ જ સારી રીતે આગળ વધે અને જન કલ્યાણ માટે કાર્ય કરતી રહે એવી અમે આશા રાખીએ છે.

આન્સીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોવાનો સૌથી વધુ શોખ હતો
આન્સીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોવાનો સૌથી વધુ શોખ હતો
બાળપણથી આન્સીને અલગ અલગ જગ્યા ઉપર વિચરણ કરવાનો શોખ હતો.
બાળપણથી આન્સીને અલગ અલગ જગ્યા ઉપર વિચરણ કરવાનો શોખ હતો.