આત્મઘાતી પગલું:12%ના GST સ્લેબથી કાપડના નાના વેપારી અને મજૂરો બેરોજગાર બનશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GST દરમાં ફેરફાર કરવા ફોસ્ટાએ CR પાટીલને આવેદન આપ્યું
  • 75 હજાર કાપડ વેપારી,1.50 લાખ મજૂરો માટે આ પગલું આત્મઘાતી

કેન્દ્રિય નાણાં મંત્રાલયે મેં મેઇડ ફાઈબરની વેલ્યુ ચેઇનમાં કાપડના વેચાણ અને વેલ્યુ એડિશનમાં જીએસટીનો દર 5 ટકા થી વધારી 12 ટકા કરવામાં આવ્યો છે જેને લઈને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન આગેવાનોએ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલની રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપ્યું હતું.

ફોસ્ટાના વેપારીઓએ કહ્યું હતું કે,‘સુરતના 75,000 કાપડના વેપારીઓ અને 1.50 લાખ મજૂરો સરકારનું આ પગલું આત્મઘાતી સાબિત થશે. નાના વેપારીઓ અને કામદારો રોજીરોટી ગુમાવશે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, જનરલ સેક્રેટરી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે જો GST ટેક્સના દરો 5% થી 12% કરવામાં આવે તો કાપડ ઉદ્યોગ અને ઉપભોક્તા પર ઊંડી પ્રતિકૂળ અસર પડશે. સુરતના સિન્થેટીક કાપડના ઉત્પાદનમાં ગરીબ લોકોના કપડા બને છે.જેનો મહત્તમ વપરાશ ગરીબ લોકો કરે છે.

અન્ય સમાચારો પણ છે...