તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corporation Claims That 8 Deaths From Corona In Surat, Then Why More Than 60 Bodies Were Cremated In 24 Hours In Cemeteries With Corona Protocol

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ સાચું, કોણ ખોટું?:પાલિકા દાવો કરે છે કે સુરતમાં કોરોનાથી 8 મોત, તો પછી 24 કલાકમાં સ્મશાનોમાં કેમ 60થી વધુ મૃતદેહોના 'કોરોના પ્રોટોકોલ'થી અંતિમસંસ્કાર

સુરતએક મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
સ્મશાનોમાં મૃતેદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે.
  • ગઈકાલે 39 મૃતદેહ અશ્વિનીકુમાર અને 35 જહાંગીરપુરા સ્મશાનમાં હતા
  • મહારાષ્ટ્રના દર્દીઓ પણ સિવિલમાં સારવાર લેવા પહોંચતાં સ્થિતિ વધુ દયનીય

છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધુનાં મોત થયાં છે, જેમના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાથી સુરત શહેરમાં સ્થિતિ અતિગંભીર બની છે. આ જોતાં એવું લાગે છે કે તંત્ર કોરોનાથી મોતના આંકડા છુપાવી રહ્યું છે. ગત રોજ મનપાએ માત્ર 8 લોકોનાં કોરોનાથી મોત થયાનું દર્શાવ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દર્દીઓ પણ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચતાં સ્થિતિ વધુ દયનીય બની છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર એક મિનિટે બે કોરોના સંક્રમિત દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી રહ્યા છે. સુરત શહેરમાં ચારેતરફ 108નો ધમધમાટ સંભળાઈ રહ્યો છે.

સાચી હકીકતને દબાવવા તંત્ર દ્વારા પ્રયાસ
એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગત રોજ ખાનગી અને સરકારી હોસ્પિટલોની 100થી વધુ મૃતદેહો સ્મશાન પહોંચાડવામાં આવ્યા હતા. અમારી એક સંસ્થા જ થોડા દિવસોમાં રોજના 30-40 મૃતદેહો લઈને જાય છે અને સરકારી મળી 60 જેવી થઈ ગયા છે. ગત રોજ અશ્વિનીકુમાર સ્મશાનમાં 39 જેટલા મૃતદેહ હતા. જહાંગીરપુરા સ્મશાનમાં 35 જેટલા મૃતદેહ હતા. આ બધાનું સ્મશાનમાં લખાણ પણ છે. જોકે આ મારાથી લઈને આ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ લોકો આ અંગે કોઈ માહિતી આપશે નહીં. તંત્ર આડકતરી રીતે અમને પણ દબાવી રહી છે કે સાચી હકીકતની કોઈ સાથે ચર્ચા કરવી નહીં.

સિવિલ-સ્મીમેરમાંથી માત્ર 8નાં જ મોત બતાવ્યાં
સુરતમાં કોરોનાની સ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે કોરોનામાં રોજ અનેકનાં મોત થઈ રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કોરોનામાં મોત થયેલા દર્દીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. ગત રોજ સ્મીમેર હોસ્પિટલમાં થયેલા 15 દર્દીનાં મોતની સામે એકપણ મોત દર્શાવવામાં આવ્યું નથી. બીજી તરફ નવી સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં પણ 10નાં મોત થયાં હતાં. બે જ હોસ્પિટલ મળીને 25નાં મોત થયાં છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં થયેલાં મોતની સંખ્યા અલગ હોવા છતાં પણ તંત્ર દ્વારા સુરતમાં કોરોનામાં માત્ર 8નાં જ મોત દર્શાવવામાં આવ્યાં છે. જે બતાવે છે કે તંત્ર દ્વારા કોરોનામાં સુરતમાં થઈ રહેલાં મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. સરકારી અધિકારીઓ જાણે કે મોતના આંકડાને લઇને મોટી રાજરમત રમી રહી છે અને હકીકતના આંકડા છૂપાવી રહી છે.

સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે બે-બે કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે.
સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે બે-બે કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે.

તંત્ર આંકડાઓ છુપાવી રહ્યું છે પણ સ્માશનની હાલત જુઠ્ઠુ ન બોલે
સુરત શહેરની અંદર ગયા વર્ષે જે સ્થિતિ હતી તેના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ સર્જાય છે. વહીવટી તંત્ર ભલે ખુલીને કોઈ વાત ન કરતો હોય પરંતુ સુરત શહેરની અંદરનો મૃત્યુઆંક ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે, તે આપણે આંકડાઓ ઉપરથી સમજી શકે છે. સ્મશાનમાં પણ મૃતદેહોના કારણે વેઈટિંગ ચાલી રહ્યું છે.

કોરોના સંક્રમિતો મોટા સંખ્યામાં સુરત આવ્યા
સુરત સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નોંધનીય વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર કોરોના સંક્રમણના વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે. ત્યારે ગુજરાતી અડીને આવેલા નવાપુર અને નંદુરબાર જિલ્લાની સ્થિતિ ખુબ જ ભયંકર થઈ છે. નંદુરબાર જિલ્લામાંથી દર્દીઓ સતત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. સમગ્ર નંદુરબાર શહેરમાં વેન્ટિલેટરની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ત્યાં દર્દીઓને સારવાર મળી નથી. મહારાષ્ટ્ર સરકાર સદંતર નિષ્ફળ પૂરવાર થઇ રહી છે. ગુજરાતને અડીને આવેલા નવાપુર અને નંદુરબાર તરફથી કોરોના સંક્રમિત દર્દીઓ મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવી રહ્યા છે. જેને કારણે પણ શહેરની સ્થિતિ ઉપર તેની અસર વર્તાઈ રહી છે.

સરકારી અધિકારીઓ જાણે કે મોતના આંકડાને લઇને મોટી રાજરમત રમી રહી છે.
સરકારી અધિકારીઓ જાણે કે મોતના આંકડાને લઇને મોટી રાજરમત રમી રહી છે.

આ સ્થિતિ રહેશે તો લાશોના ઢગલા જોવા મળવાની શક્યતા
સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. લોકોએ હવે પોતે સુરક્ષિત રહેવાની જરૂર છે. આજ પ્રકારની સ્થિતિ હશે તો આગામી એક સપ્તાહમાં શહેરમાં લાશોના ઢગલા જોવા મળી શકે છે. જે વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો કરશે. હાલ અત્યારે પણ શબવાહિનીઓ અને એમ્બ્યુલન્સ કલાકો સુધી સ્મશાન ગૃહની બહાર લાંબી કતારમાં જોવા મળી રહી છે.

યુવાનોના મોતનો આંકડો પણ હવે વધ્યો
સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી અપીલ કરી કે પોતે જ પોતાના રક્ષક બનો સિવિલ હોસ્પિટલની અંદર સ્થિતિ ખૂબ જ ગંભીર થઇ રહી છે. યુવાનોના મોતનો આંકડો પણ હવે વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. યુવાનોએ પણ ખાસ કાળજી લેવાની જરૂર છે. કે કોરોના સંક્રમણ શહેરમાં વધતા હવે કોઈના ઉપર દોષનો ચાલવા કરતાં પોતે જ પોતાની સુરક્ષા કરવી હિતાવહ છે. સમાજના લોકોને પણ હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી કે સુરત હોસ્પિટલમાં સેવા કરવા માટે તેઓ પણ આગળ આવે.

સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે.
સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે.

દર્દીઓને સગાં વ્હાલા ટિફિન આપવા પણ લાઈનમાં ઉભા રહે
સુરત સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ભયાવહ દેખાઈ રહ્યા છે. લોકો પોતાના સગા વ્હાલાઓને ખાવાનું આપવા માટે લાંબી કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.સુરત સિવિલ હોસ્પિટલની અંદર દર એક મિનિટે 2 કોરોના સંક્રમિત દર્દીઓ કે જે ખૂબ જ ક્રિટિકલ કન્ડીશનમાં હોય તેવો આવી રહ્યા છે. જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો વહીવટીતંત્ર માટે કોરોના સંક્રમણ રોકો કાબુ બહાર જઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો