નિર્ણય:કાપડ વેપારીઓ GST ઘટે નહીં ત્યાં સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઉથ ગુજરાત ટેક્સટાઈલ એસોસિએશનનો નિર્ણય
  • સોશિયલ મીડિયા પર કરાતું કેમ્પેઇન પણ ચાલુ રખાશે

કેન્દ્રિય કોમર્સ મંત્રાલય દ્વારા જીએસટીના દરમાં કરવામાં આવેલા વધારાને લઈને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ એસોસિએશનના વેપારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી જીએસટીનો વધારેલો દર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી કાપડ માર્કેટના વેપારીઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે. સાથે સાથે સોશિયલ મિડિયામાં પણ કેમ્પેઈન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા જીએસટીનો દર પહેલાં જેટલો જ કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓ કાળી પટ્ટી બાંધીને વિરોધની સાથે વેપાર કરશે. સાથે સાથે 12 ટકા જીએસટીના વિરોધમાં સરકાર સુધી તેમની વાત પહોંચાડવા માટે અલગ અલગ ટેક્સટાઈલ માર્કેટોમાં બેનર લગાવીને વિરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...