તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:મશીનરીની સબસિડી અટકતાં કાપડના વેપારીઓેએ ફંડ માંગ્યુ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સટાઈલ કમિશનર સાથે ચેમ્બરની બેઠક મળી
  • સરકાર પાસે 93 કરોડ માંગ્યા છે : કમિશનર

સુરતમાં વર્ષ 2019થી ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ(એટેફ) અને સ્ટેન્ડિંગ અપ ઈન્ડિયા અંતર્ગત પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે ચેમ્બર ઓફ કોમર્સની ટેક્સટાઈલ કમિશનર કચેરીના અધિકારીઓ સાથે મીટિંગ મળી હતી. જેમાં કમિશનરે આશ્વાસન આપ્યું કે, અરજીઓના નિકાલ માટે 93 કરોડનું ફંડ મંગાવવામાં આવ્યું છે.

એટફ યોજનામાં સુરતના ઉદ્યોગકારોની અરજીઓ અટકી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, બિલ ઓફ લેન્ડિંગ કેે, એડ્રેસ પ્રુફના કારણોસર ટફની યોજનામાં મશીનરી સબસિડી માટે લેવામાં આવતી અરજી અટકી હતી. હવે મશીનરી પર મેન્યુફેક્ચરિંગ કે, ડિલર્સના નામની પ્લેટ અને બિલના નામના તફાવતના કારણે ઘણી અરજીઓ અટકી પડી છે. તેને ક્લિયર કરવા સહિત વર્ષ 2016થી એમ્બ્રોઈડરી અને શિફલી મશીનીર ટેક્સટાઈલનો ભાગ હોવા છતાં તેને આ યોજનાનો લાભ મળતો નથી.

આ બંને સમસ્યાના નિરાકરણ લાવવા માટે ટેક્સટાઈલ કમિશનર કચેરીએ બાહેંધરી આપી છે. આ સાથે સુરતની જ સ્ટેન્ડ અપ ઈન્ડિયાની અરજીઓને ક્લિયર કરવા માટે પણ માંગ થઈ હતી. ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે, અરજીઓના નિકાલ માટે 93 કરોડનું ફંડ માંગવામાં આવ્યું છે. ફંડ આવતા અરજીઓ ક્લિયર કરવાનું આશ્વાસન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...