તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:સુરતમાં કોરોનાકાળમાં સ્વજન ગૂમાવનારા વિદ્યાર્થીઓની કાપડ વેપારીએ ફી ભરીને જન્મદિવસ ઉજવ્યો

સુરત7 દિવસ પહેલા
વિદ્યાર્થીઓની ફીની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
  • 37માં જન્મદિવસે 37 જરૂરીયાતમંદ બાળકોની સ્કૂલ ફી ભરાઈ

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો રહ્યો છે. ખાસ કરીને દેશમાં કોરોના ની બીજી લહેર દરમ્યાન ઘણા લોકો સંક્રમિત થયા અને ઘણા મૃત્યુ પણ પામ્યા છે. આ કપરા સમયમાં કેટલાકે માતા તો કેટલાકે પિતા તો કોઈ એ કુટુંબનો આખો માળો જ ગૂમાવ્યો છે.માહામારીના આ સમયમાં અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્ર છાયા ગૂમાવી છે. આવા 21 નિઃસહાય બાળકોની સાથે કુલ 37 જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની એક વર્ષ સુધીનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડી સુરતના કાપડના એક વેપારીએ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો છે.

વિદ્યાર્થીઓના ફીની સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન માટે ઈન્ટરનેટનો ખર્ચ પણ અપાશે
વિદ્યાર્થીઓના ફીની સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન માટે ઈન્ટરનેટનો ખર્ચ પણ અપાશે

21 બાળકોના શિક્ષણની જવાબદારી લીધી
કાપડના વેપારી સમ્રાટભાઈ પાટીલએ જણાવ્યું હતું કે,કોરોના સમયમાં ઘણા એવા બાળકો છે, જેમણે પોતાના માતા કે, પિતા ગુમાવ્યા હોય અને કેટલાક બાળકો એવા પણ છે. જેમણે બંને માતા અને પિતાને ગુમાવ્યા છે.સરકાર સહાય કરશે પણ હજુ પણ કેટલાક એવા બાળકો છે. જેઓ આ સહાયથી વંચિત રહે છે. તો મને વિચાર આવ્યો કે, મારા જન્મદિવસ નિમિત્તે હું આવા 21 બાળકો ને દત્તક લઉં કે જે બાળકો એ આ કોરોના માં પોતાના પિતા કે માતાને ગુમાવ્યા છે. અને હાલ તેઓ પોતાનું શિક્ષણ પૂરું નથી કરી શકતા, ઘરના મોભી ગુજરી જવાના કારણે આ બાળકોને ભણવામાં આગળ વધવા માં મુશ્કેલી સર્જાય છે તો આવા 21 જેટલા બાળકો નો એક વર્ષ સુધી ભણવાનો ખર્ચ હું ઉઠાવીશ. ઈન્ટરનેટ સહિતનો ખર્ચ પણ ઉઠાવીશ.

કોરોનાકાળમાં ઘરમાં કમાનારી વ્યક્તિ ગૂમાવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ ફી અપાઈ હતી.
કોરોનાકાળમાં ઘરમાં કમાનારી વ્યક્તિ ગૂમાવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ ફી અપાઈ હતી.

ફીના કારણે અભ્યાસ નહી છૂટે
તમામ બાળકો લીંબાયત, ડિંડોલી, ગોડાદરામાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જેઓ કોરોનાકાળ દરમિયાન આર્થિક પતિસ્થિતિને કારણે ફી નહિ ભરી શકતા અભ્યાસથી દૂર થયા હતા. જેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી પગભર કરવાનું સુંદર આયોજન કહી શકાય છે. હું મારા 37માં જન્મ દિવસ નિમિત્તે 37 બાળકોને આગળના અભ્યાસ માટે ફી ભરવાની તૈયારી રાખું છું. તમામ વાલી ઓ ને જેતે શાળાના નામના જ ચેક અપાયા છે. સમ્રાટ શાળાના સહયોગથી તમામ વાલીઓને વિદ્યાના મંદિરમાં ભેગા કરી ચેક વિતરણ કર્યા હોવાનું સમ્રાટ પાટીલે વધુમાં ઉમેર્યું હતું.